Abtak Media Google News

રાજયપાલ આચાર્ય દેવવ્રતજી, શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને પ્રખર ભાગવતાચાર્ય પૂ.રમેશભાઇ ઓઝા ઉ૫સ્થિત રહી આર્શીવચન પાઠવશે

૧૩ વિદ્યાશાખાના પ૭ વિઘાર્થીઓને ૭૩ ગોલ્ડ મેડલ અર્પણ કરાશે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો પ૪ મો પદવીદાન સમારંભ આગામી તા. ૭-૧૨-૧૯ ને શનિવારના રોજ સવારે ૧૧.૩૦ કલાકે ગુજરાત રાજયા મહામહિમ રાજયપાલ અને સૌરાષ્ટ્ર યુનિ. ના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજીના અઘ્યક્ષસ્થાને, ગુજરાત રાજયના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ  ચુડાસમા તથા પ્રખર ભાગતાચાર્ય રમેશભાઇ ઓઝાની ખાસ ઉપસ્થિતિમાં યોજાનાર છે. આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ૧૪ વિઘાશાખાના ૩૬૫૬૪ વિઘાર્થીઓને પદવીઓ તથા ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવશે.

આ પદવીદાન સમારંભમાં કુલ ૨૧૨૩ વિઘાર્થીઓ રુબરુ ઉ૫સ્થિત રહી પદવી મેળવનાર છે.

સૌરાષ્ટ્ર યુનિ. ના પ૪મા પદવીદાન સમારોહમાં ડાયસ પર બિરાજમાન સૌ મહેમાનો ભારતીય પરંપરા મુજબના પરિધાનમાં સજજ થઇ પદવીદાન સમારોહમાં ભાગ લેશે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ ખાતે યોજાનાર પ૪મા પદવીદાન સમારંભનું સૌરાષ્ટ્ર યુનિ. ના કોમ્પ્યુટર સેન્ટરના ડાયેકટર પીયુશભાઇ ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ  http://estv.in/saurashtrauniversity/ પરથી વેબકાસ્ટીંગ કરવામાં આવશે.

જે વિઘાર્થીઓ પદવીદાન સમારંભમાં રુબરુ હાજર રહી પદવી પ્રમાણપત્ર લેવા માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવેલ નથી. કરાવી શકેલ નથી તેવા વિઘાર્થીઓ, તેમના વાલીઓ તથા સંબંધતાઓને પદવીદાન સમારંભનું ઓનલાઇન વેબકાસ્ટીંગનો લાભ લેવા અનુરોધ છે.

પદવીદાન સમારંભ પૂર્ણ થયા બાદ રુબરુ પદવીઓ મેળવનાર વિઘાર્થીઓને સરળતાથી પદવીઓ મળી શકે તે માટે સૌરાષ્ટ્ર યુનિ.  દ્વારા કાર્યક્રમના સ્થળે ૧ર ડીગ્રી વિતરણ માટેના કાઉન્ટરો શરુ કરવામાં આવેલ છે.

આ પદવીદાન સમારોહમાં કુલ ૧૩ વિઘાશાખાના ૫૭ વિઘાર્થીઓને કુલ ૭૩ ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવશે. અને ૯ર દાતાશ્રીઓ તરફથી આવેલ દાનના વ્યાજની રકમમાંથી કુલ ૧૧૩ રોકડ ઇનામો એનાયત કરવામાં આવશે.

સૌરાષ્ટ્ર યુનિ. ના પ૪ મા પદવીદાન સમારોહના સુચારુ સંચાલન માટે જુદી જુદી ૧૮ કમીટીઓની રચના કરવામાં આવેલ છે. ગરીમાપૂર્ણ  ૫૪માં પદવીદાન સમારોહને સફળ બનાવવા સૌરાષ્ટ્ર યુનિવસિટીના કુલપતિ ડો. નીતીનભાઇ પેથાણી, તથા ઉપકુલપતિ ડો. વિજયભાઇ દેશાણીના માર્ગદર્શન હેઠળ સૌરાષ્ટ્ર યુનિ.ના શૈક્ષણિક અને બીન શૈક્ષણીક પરિવાર ૫૪માં પદવીદાન સમારોહના કાર્યક્રમો સફળ બનાવવા માટે કાર્યરત છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.