Abtak Media Google News

કેસમાં સમજૂતી ન થાય તો ગુણદોષના આધારે નિર્ણય, રૂ.૧ કરોડ સુધીની વિવાદીત મિલકત કાયમી લોક અદાલતના હકુમત હેઠળ: પી.જી.વી.સી.એલ.ના ૬૯ પૈકી ૫૫ કેસનો નિકાલ

ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળ હાઈકોર્ટ, અમદાવાદ દ્વારા રાજકોટ જિલ્લામાં કાયમી લોક-અદાલતની સ્થાપના કરવા આદેશ કરવામાં આવેલા છે જે અન્વયે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા ન્યાયાલય, રાજકોટ દ્વારા આજરોજ તારીખ ૨૬થી સદર કાયમી લોક-અદાલત કાર્યરત કરવામાં આવેલી છે. સદર કાયમી લોક-અદાલત હાલના તબક્કે પ્રત્યેક માસના ચોથા શનિવારે કાર્યરત રહેશે.સદર કાયમી લોક-અદાલતમાં પી.જી.વી.સી.એલ. દ્વારા કુલ ૬૯ કેસો મુકવામાં આવેલા તેમજ તે અંગે પક્ષકારો સાથે સદર લોક-અદાલત અગાઉ વાટાઘાટો કરવામાં આવેલી તેમજ પક્ષકારો તરફથી સદર લોક-અદાલતને સારો પ્રતિસાદ મળેલો છે તથા આજરોજ કુલ ૫૫ જેટલા કેસોના પ્રથમ દિવસે નિકાલ આવેલો છે.જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા ન્યાયાલય, રાજકોટના ઈ.ચા. ચેરમેન તથા જિલ્લાના ઈ.ચા.મુખ્ય જિલ્લા ન્યાયાધીશ એમ.એમ.બાબી દ્વારા કાયમી લોક-અદાલત વિશે માહિતી આપતા જણાવાયું છે કે, કાયમી લોક-અદાલતમાં જાહેર જનતાના ઉપયોગની સેવાઓ અંગેના કેસો દાખલ કરવામાં આવશે તથા દાખલ કર્યા બાદ તેમાં સમાધાન, સમજૂતીના પ્રયત્નો કરવામાં આવશે અને જો સમાધાન/સમજૂતી ન થઈ શકે તો સદર કાયમી લોક-અદાલત દ્વારા સમાધાનલાયક હોય, તેવા ગુનાના કેસો હાથ પર લેવામાં આવશે. તદ્ઉપરાંત જયાં વિવાદિત મિલકતની કિંમત એક કરોડ ‚પિયા સુધીની હોય, તેવા કિસ્સામાં સદર કાયમી લોક-અદાલતની હકૂમત રહેશે.કોઈપણ પક્ષકારોમાં તકરાર થાય ત્યારે દાવા સ્વ‚પે કોર્ટ સમક્ષ લાવતા પહેલાં, જે-તે પક્ષકાર તે તકરારના નિવારણ માટે એક અરજી કાયમી લોક-અદાલતને કરવાની રહેશે. સદર કાયમી લોક-અદાલતનો ચુકાદાઓ, નિર્ણયો, સમજૂતીના કરારો તમામ પક્ષકારોને માન્ય રહેશે તથા કાયમી લોક-અદાલતનો હુકમ અંતિમ રહેશે. કાયમી લોક-અદાલતના હુકમ દિવાની કોર્ટના હુકમનામા ગણાશે.સદર કાયમી લોક-અદાલતમાં જાહેર જનતાના ઉપયોગની સેવાઓમાં હવા, રોડ અથવા જળમાર્ગ દ્વારા મુસાફરી અથવા માલસામાનના વહન માટેની પરિવહન (ટ્રાન્સપોર્ટ) સેવા, પોસ્ટ, ટેલિફોન અથવા ટેલિગ્રાફની સેવાઓ, જાહેર જનતા માટે વીજળી અથવા પાણીનો પુરવઠો પુરો પાડનાર કોઈપણ સંસ્થા, જાહેર સ્વચ્છતા અથવા જાહેર સફાઈ કરનાર પધ્ધતિ, હોસ્પિટલ અથવા દવાખાનાઓની સેવા આપનાર તંત્ર વીમા અંગેની સેવાઓ, બેકીંગ તથા ખાનગી નાણાકીય સેવાઓ, શિક્ષણ/શૈક્ષણિક સંસ્થાઓ, ગૃહ અને રીઅલ એસ્ટેટ સેવા, મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામ્ય રોજગારી બાંહેધરી અધિનિયમ, ૨૦૦૫, તેમાં કેન્દ્ર સરકાર અથવા રાજય સરકાર જાહેર હિતમાં જાહેરનામા દ્વારા જાહેર જનતાના ઉપયોગની સેવાઓનો હેતુઓ માટે જાહેર ઉપયોગી સેવા તરીકે જાહેર કરી હોય તેવી કોઈપણ સેવાનો સમાવેશ થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.