Abtak Media Google News

ઉપકુલપતિ ડો.વિજય દેસાણીનાં પ્રયાસો સફળ નિવડયા: ઘણા લાંબા સમયથી બંધ પડેલા મશીનો કાર્યરત કરાવીને કેમિકલ ઈન્ડસ્ટ્રીઝનાં સેમ્પલ એનાલીસીસ થકી ભવનને માતબર રકમની આવક કરાવી

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં સેન્ટર ઓફ એકસલન્સમાં છેલ્લા ઘણા લાંબા સમયથી મશીનરી બંધ હાલતમાં પડેલી હતી જેને ઉપકુલપતિ ડો.વિજય દેસાણીનાં માર્ગદર્શન હેઠળ કાર્યરત કરાવવામાં આવતા આ ભવન દ્વારા કેમિકલ ઈન્ડસ્ટ્રીઝનાં સેમ્પલ એનાલીસીસ થકી માત્ર ૮ મહિનાનાં ટુંકાગાળામાં ૨૫.૬૭ લાખની માતબર રકમની આવક કરી છે. આમ ઉપકુલપતિનાં પ્રયાસોથી એડમીનીસ્ટ્રેશનને આર્થિક રીતે ઘણો ફાયદો થવા પામ્યો છે.

Advertisement

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં આવેલું સેન્ટર ઓફ એકસલન્સ છેલ્લા ઘણા સમયથી બદતર હાલતમાં હતું. આ સેન્ટરમાં અતિકિંમતી તેમજ સૌરાષ્ટ્રમાં અન્ય કયાંય ન હોય તેવી મશીનરીઓ પણ છે પરંતુ આ સેન્ટરની મશીનરીઓ બંધ હાલતમાં હોય આર્થિક રીતે ભારે નુકસાન પહોંચતું હતું. વધુમાં આ સેન્ટર પાછળ ૨૫થી વધુનો સ્ટાફ પણ રોકવામાં આવ્યો હતો જોકે ઉપકુલપતિ ડો.વિજય દેસાણીએ ચાર્જ સંભાળ્યાની સાથે જ આ ભવન તરફ ધ્યાન કેન્દ્રિત કરી ભવનમાં આવેલી તમામ મશીનરીઓ કાર્યરત કરાવી હતી. ડો.વિજય દેસાણીની આ ભવનને પૂર્વવ્રત કરાવવા પાછળની મહેનત આજે સફળ નિવડી છે. કારણકે આ ભવને યુનિવર્સિટીનાં એડમીનીસ્ટ્રેશનને માતબર રકમની આવક કરી આપી છે.

Dr Vij U

સેન્ટ્રલ ઓફ એકસલન્સમાં આવેલી મશીનરી કેમિકલ ઈન્ડસ્ટ્રીઝનું સેમ્પલ એનાલીસીસ કરી આપવામાં આવે છે. સૌરાષ્ટ્રભરમાં આવેલી ઈન્ડસ્ટ્રીઝો જે પોતાની મશીનરી ન ધરાવતી હોય તે સેન્ટર ઓફ એકસલન્સમાં સેમ્પલ એનાલીસીસ કરાવીને સર્ટીફીકેટ મેળવી તેનો ચાર્જ ચુકવે છે. આમ ઈન્ડસ્ટ્રીઝને ઘર આંગણે ખુબ ઓછી કિંમતે સર્ટીફીકેટની સુવિધા પ્રાપ્ત થાય છે તો બીજી તરફ સેમ્પલ એનાલીસીસ થકી યુનિવર્સિટી માત્ર ૮ મહિનાનાં ટુંકાગાળામાં ૨૫,૬૭,૮૯૬ રૂપિયાની આવક થઈ છે.

આ અંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં ઉપકુલપતિ વિજય દેસાણીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં સેન્ટર ઓફ એકસલન્સને લાંબા સમયથી મશીનરી બંધ હાલતમાં પડી હતી જોકે છેલ્લા આઠ મહિનાનાં સમયગાળા દરમિયાન આ એકસલન્સે ૨૫ લાખથી વધુની આવક કરી છે અને જેના લીધે એડમીનીસ્ટ્રેશનને ખુબ જ ફાયદો થવા પામ્યો છે. એપ્રિલ-૨૦૧૯માં ૧,૨૩,૦૦૦, મે-૨૦૧૯માં ૧,૭૦,૦૦૦, જુન-૨૦૧૯માં ૧,૦૫,૦૦૦, જુલાઈ-૨૦૧૯માં ૮૨,૬૩૫, ઓગસ્ટ-૨૦૧૯માં ૬૦,૦૦૦, સપ્ટેમ્બર -૨૦૧૯માં ૭,૬૭,૦૦૦, ઓકટોબર-૨૦૧૯માં ૪,૩૮,૦૦૦, નવેમ્બર-૨૦૧૯માં ૮,૧૯,૦૦૦ થઈ કુલ રૂપિયા ૨૫,૬૭,૮૯૬ની આવક થઈ છે.  વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા સમયથી આ કામગીરી ઠપ્પ હતી અને ૨૫ થી ૨૭ લોકોનો સ્ટાફ ત્યાં હાજર હતો જોકે છેલ્લા આઠ માસમાં કામગીરીનો ધમધમાટ શરૂ થયે ત્યારબાદ ૫ માણસ થકી સેન્ટર ઓફ એકસલન્સને આવક શરૂ થઈ. આ સેન્ટરનાં કોર્ડિનેટર તરીકે ડો.શીપાબેન બાલુઝા અને કો-કો.ઓર્ડિનેટર ડો.એચ.એસ.જોશીની સરાહનીય કામગીરીથી સેન્ટર ઓફ એકસલન્સ ધમધમતું થયું છે અને એડમીનીસ્ટ્રેશનને ખુબ જ ફાયદો થયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.