Abtak Media Google News

વિશ્ર્વમાં હાલ ૩૭.૯ મીલીયન એચ.આઇ.વી.ના વાહકો છે: ૭૭૦ હજાર લોકો એઇડ્સને કારણે મૃત્યુ થયા: ૧.૭ મીલીયન નવા દર્દીઓનો ઉમેરો થયો

૧૯૮૧માં વિશ્વમાં પ્રથમવાર ને ભારતમાં ૧૯૮૬માં એચઆઇવી એઇડ્સ જોવા મળ્યો આજે ૩૮ વર્ષે પણ મેડીકલ સાયન્સ તેને નાબુદ કરવાની કોઇ ચોક્કસ દવા કે રસી શોધી શક્યા નથી.અસાધ્ય રોગની સમસ્યામાં આવતા એઇડ્સનો રામબાણ ઇલાજ માત્ર જનજાગ્રુતી-લોકશિક્ષણ છે એચઆઇવી શેનાથી થાય શેનાથી ન થાય તે સાથે સાચી અને વૈજ્ઞાનીક જાણકારી સમાજના છેવાડાના માનવી સુધી પહોચાડવી જરૂરી છે.૧૯૮૧માં જે કારણે થતી સમસ્યાના આજે પણ એ જ કારણો છે.જેમાં અસુરક્ષીત જાતીય વહેવારો, દુષીત રક્ત,માતા દ્વારા બાળકને ચેપ તથા એક થી વધુ વખત વપરાયેલા ઇંજેકશનો તથા ઓપરેશનના સાધનો વપરાય તેનાથી જ ફેલાય છે.આમ છતાં દિનપ્રતિદિન લોકોમાંતે પ્રસરી રહ્યો છે.સમગ્ર વિશ્વ તેની સામે લડત લડી રહ્યુ છે પણ પરિણામો મળેલ નથી આજે ૨૧મી સદીમાં પણ લોકો સામે ચાલી ને કહી નથી શકતા કે મને એઇડ્સ છે. વિશ્વ માં હાલ ૩૭.૯ મીલીયન એચ.આઇ.વી ના વાહકો છે: ૭૭૦ હજાર લોકો એઇડ્સ ને કારણે મ્રુત્યુ થયા: ૧.૭ મીલીયન નવા દર્દીઓનો ઉમેરો થયો છે.

Advertisement

સાવચેતી એજ સલામતી છે તેની સાથે જીવતા લોકો પ્રત્યે હમદર્દી સહકાર આપવો સમાજની નૈતીક જવબદારી છે .વિશ્વ આરોગ્ય સંસ્થા યુ.એન.એઇડ્સ ૧૯૯૦થી ૧લી ડીસેમ્બર વિશ્વ એઇડ્સ દિવસ તરીકે ઉજવે છે.તેની સાથે દર વર્ષે લડત સુત્ર આપે છે આ વખતે લડત સુત્ર “કોમ્યુનીટીસ મેઇક ધ ડીફરન્સ છે અર્થાત સામુદાયીક ભાગીદારી બદલાવ લાવશે!!  સમગ્ર વિશ્વની સાથે ભારતમાં પણ એઇડ્સ દીવસે રેલી સેમીનાર યુવા ધનને સામેલ કરી તેની ઉજવણી કરાયા છે પરંતુ બાકીના દિવસોમા આવા કાર્યક્રમો બહુ જ જુજ થાય છે ૧૪ થી ૨૪ વર્ષના યુવાનો, તરુણો આ સમસ્યામાં જાણકારીના અભાવે સપડાય જાય છે ભારત વિશ્વનો સૌથીયુવા દેશ છે હાલ ૪૦ કરોડથી વધુ યુવાનોદેશમાં છે ત્યારે શાળા કોલેજમાં સેક્સ એજ્યુકેશન આપવું જરૂરી છે દરેક મા બાપે પણ પોતાના સંતાનોને આ બાબતે સાવચેત કરવા પડશે. વિશ્વમાં આફ્રીકા દેશ પછી સૌથી વધુ એઇડ્સના દર્દીઓ ભારતમાં છે.

એચઆઇવી શરીરમાં પ્રવેશ કર્યા બાદ તેને મુક્ત કરી શકાય તેવી કોઇ રસી કે દવા શોધાય નથી. એચઆઇવી માથી એઇડ્સ થઇ શકે છે પણ તેનો સમયગાળો ખુબ લાંબો છે.એંટી રીટ્રોવાઇરલ દવાના કારણે વાઇરસ સાથે જીવતા લોકો લાંબુ આયુષ્ય ભોગવે છે પણ કેર એન્ડ સપોર્ટ સહકાર આપવો જરૂરી છે. ભારતમાં આજે પણ તેની સાથે ભેદભાવ ભર્યુ વલણ જોવા મળી રહ્યુ છે ત્યારે સમાજમાં તેના માનવ અધિકારો નું રક્ષણ જરૂરી છે.બ્લડ બેંક માં અધ્યતન ટેસ્ટીંગ કીટને કારણે ત્યાથી ચેપની સંખ્યામાં તથા માતા દ્વારા બાળકને લાગતા ચેપમાં નવી દવાને કારણે ઘટાડો લાવી શ્ક્યા છીએ.તો યુવા વર્ગમાં ફેલાતા ચેપને રોકી શકાતો નથી.ડીસ્પોઝેબલ  સીરીંજ નીડલથી આંશીક નિયંત્રણની કામગીરી થઇ છે પણ તોય તેના નવા વાહકો દરરોજ ઉમેરાય છે.ભારતમાં નેશનલ એઇડ્સ કંટ્રોલ સોસાયટી દરેક રાજ્યમાં તેના યુનીટ ચલાવે છે જે જિલ્લા અને ગ્રામ્ય સુધી ફેલાયા છે.મહદ અંશે ટેસ્ટીંગ-ટ્રીટમેંટ અને સારવારમાં લોકો ને રાહત મળી છે પરંતુ હજી સુધી બધાજ એચઆઇવી વાહકો ને આપણે દવા પહોચાડી શક્યા નથી,વિશ્વમાં પણ ૯૦-૯૦-૯૦ ઝુંબેશ કાર્યરત છે.

આ વર્ષના લડત સુત્રમાં થીમ સામુદાયીક ભાગીદારી બદલાવ લાવશે થી એલજીબીટીક્યુ-પોઝીટીવ સંગઠનો સાથે તમામ સમુદાયો એઇડ્સ નિયંત્રણમાં શ્રેષ્ઠ ફાળો આપીને બદલાવ કરી શકશે.આ વિશ્વ એઇડ્સ દિવસે તેની સામે લડતમાં એક થવાની ,તેની સાથે જીવતા લોકો માટે સમર્થન બતાવવા તેમજ મ્રુત્યુ પામેલા લોકોનું સ્મરણ કરવાની તક છે આવનારા એક હજાર દિવસોમાં સૌના સહિયારા પ્રયસો થી એઇડ્સ નાબુદી ૨૦૩૦ને સફળ બનાવી શકિશું.સમાજના દરેક વર્ગ ,સમુદાયે યુધ્ધ ના ધોરણે તેની જાગ્રુતી-નિયંત્રણ માટે દિવસ રાત કાર્ય કરવું પડશે.

ભરતમાં પણ લાખો ની સંખ્યામા આવા વાહકો છે આપણા ગુજરાતમાં પણ તેનો આંકડો નાનો નથી. રાજકોટ,  ભાવનગર, જામનગર, અમરેલી, જુનાગઢ, અમદાવાદ, સુરત, બરોડા, સુરેંદ્રનગર જેવા વિવિધ મોટા શહેરો અને નાના ગામડાઓ તેના વાહકો છે.મહાનગરો માં અંદાજે દરરોજ ૨ નવા કેસ જોવા મળી રહ્યા છે જે ચિંતા અને ચિંતનનો વિષય છે. તેને નાથવા માટે સહિયારો પ્રયાસ જરૂરી છે રાજકોટમાં એઇડ્સ પ્રિવેંન્શન ક્લબ ૧૯૮૮થી એઇડ્સ નિયંત્રણ અને પ્રિવેંન્શનનું કાર્ય કરી રહી છે.એઇડ્સથી ડરવાની જરૂર નથી તેની સાથે તમો લાંબુ અને તંદુરસ્ત જીવન જીવી શકો છો આ બાબતે થોડું માર્ગદર્શન થોડી કાળજી મેડીકલ ટ્રીટમેંટ અને પરિવારનો સહયોગ મળવો જરૂરી છે આ બાબતે વિશેષ જાણકારી માટે એઇડ્સ હેલ્પ લાઇન ૯૮૨૫૦૭૮૦૦૦ ઉપર સંપર્ક કરી શકો છો.આંકડાઓની માયાજાળમાં કે વધારો કે ઘટાડો થયો તેમા ન પડતા હું કેમ બચી શકું તે જરૂરી છે.ખાસ કરીને યુવા શક્તિ સામેલ થાશે તો ટુંકા સમયમાં સારા પરિણામો મળશે.

KNOW AIDS  NO AIDS   અને ચાલો સહુ સાથે મળીને એઇડ્સને અટકાવીએ એઇડ્સ દિવસે આજે સૌ સંકલ્પ કરે કે હું જ્યારે પણ સમય મળશે ત્યારે સમુદાયોના માધ્યમથી લોકોને સાચી અને વૈજ્ઞાનીક માહિતી પુરી પાડીશ તથા તેની સાથે જીવતા લોકો પ્રત્યે પ્રેમ હુંફ અને લાગણી સાથે ગુણવતા યુક્ત જીવન બનાવીશ.

પ્રાસંગીક: અરૂણ દવે

ચેરમેન એઈડ્સ

પ્રિવેન્શન કલબ, રાજકોટ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.