Abtak Media Google News

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મઘ્ય પ્રદેશમાંથી લૂંટારૂઓને દબોચી લીધા: મુદામાલની શોધખોળ

સુરેન્દ્રનગરના સાયલા નજીકથી નવ દિવસ પહેલા 3.93 કરોડની ચાંદી અને કીમતી ઝવેરાતની લૂંટનો બનાવ બન્યો હતો આ મામલે રાજકોટ રેન્જ તથા ગુજરાત રાજ્યની અલગ અલગ પોલીસ આ લૂંટનો ભેદ ઉકેલવા માટે કામે લાગી હતી ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ તથા સ્થાનિક પોલીસ પણ આ મામલે કામે લાગી અને લૂંટનો ભેદ ઉકેલાય તેવા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા અને આ મામલે રાજકોટ રેન્જની 17 જેટલી અલગ અલગ ટીમો લૂંટારો અને ઝડપી પાડવા માટે કામે લાગી હતી.

Advertisement

પરંતુ તપાસનો દોર આગળ વધારતા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પણ આ તપાસમાં ઝંપલાવ્યું હતું અને થોડા દિવસ પહેલા મધ્યપ્રદેશથી કંજર ગેંગના બે ઇસ્મોની અટકાયત કરી અને લૂંટમાં વપરાયેલા આઇસર જપ્ત કરવામાં આવ્યું હતું. આજ મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કડક કડીઓ તેમજ ઝડપાયેલા ઈસમો હતા તેમની કડક પૂછપરછ હાથ ધરવામાં આવતા તેમની સાથે વધુ આઠ લોકો સંકળાયેલા હોવાનું ખુલવા પામ્યું હતું.

તપાસ કામગીરી અમદાવાદ લોકલ ક્રાઈમ બ્રાન્ચે શરૂ કરી હતી ત્યારે મધ્યપ્રદેશથી વધુ કંજર ગેંગના આઠ ઇસમોની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે અટકાયત કરી છે અને આ મામલે સઘનન પૂછપરછ હાથ ધરવામાં આવી છે તેને ઉલ્લેખીએ છે કે રાજકોટ થી અમદાવાદ ડેલી સર્વિસ આપતી કુરિયરની બોલેરો પીકપ માં આ પ્રકારની લૂંટની ઘટના બની હતી ત્રણ ગાડીઓ લઈ અને આવેલા કંજર ગેંગના સાગરીતો દ્વારા લૂંટને અંજામ આપવામાં આવ્યો હોવાનો ઘટસ્પોટ થવા પામ્યો છે.

હાલની પરિસ્થિતિ મુજબ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમે 8 જેટલા ઇસ્મોની અટકાયત કરી અને તેમની પણ કડક પૂછપરછ હાથ ધરી છે ત્યારે હાલ સુધી કોઈ મુદ્દા માલ જપ્ત મળી શક્યો નથી ફક્ત આરોપીઓ જ ઝડપાયા છે ત્યારે હાલની પરિસ્થિતિ મુજબ અમદાવાદ ક્રાઈમ ની ટીમ મધ્યપ્રદેશ ખાતે આ મામલે મુદ્દા માલ પરત મેળવવા માટે રોકાઈ ગઈ છે અને ઝડપાયેલા જે લૂંટારો છે તેમની કડક અને સઘનન પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.