Abtak Media Google News
કોલેજ અને પોલીસની પરીક્ષામાં નાપાસ થતા ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યાનું પ્રાથમિક તારણ

સાયલા તાલુકાના હડાળા ગામે રહેતી નવોઢાએ ગળાફાંસો ખાઇ લેતા તેણીને ગંભીર હાલતમાં રાજકોટ સિવીલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. નવોઢા કોલેજ અને પોલીસની પરીક્ષામાં નાપાસ થતાં નાશીપાસ થતા નવોઢાએ આપઘાતનો પ્રયાસ કર્યાનું પ્રાથમિક તારણમાં જાણવા મળ્યું છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ હડાળા ગામે રહેતી  અને બે માસ પહેલા જ પરણીને આવેલી અંજુબેન નારૂ ગમારા નામની ર1 વર્ષની નવોઢાએ પોતાના ઘરે ગળાફાંસો ખાઇ લેતા તેણીને સારવાર માટે સિવીલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

આ અંગે મળતી વધુ વિગત મુજબ નવોઢા અંજુબેનનું માવતર વિછીયા હોયઅને બે માસ પહેલા જ હડાળા ગામે નારુભાઇ સાથે થયા છે નવોઢાએ થોડા સમય પહેલા કોલેજ અને પોલીસની ભરતીની પરીક્ષા આપી હતી. પરતુ બન્નેમાં નાપાસ થઇ જતા આત્મહત્યાનો પ્રયાસ કરર્યો હોવાનું પોલીસ પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.