Abtak Media Google News
  • યુવાનને કારમાં ઉઠાવી જઈ પડધરી નજીક મારમારી કાલાવડ રોડ પર ફેંકી દીધો
  • બી ડિવિઝન પોલીસે સાત શખ્સો સામે મનીલેન્ડ એક્ટ,લૂંટ,કાવતરું અને અપહરણ સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો

સાયલામાં રહેતાં અને અમદાવાદ-રાજકોટ માર્ગ પર કારમાં ફેરા કરતાં યુવરાજસિંહ અજીતસિંહ વાઘેલા નામના યુવાનનું ગઇકાલે સવારે રાજકોટ ગ્રીનલેન્ડ ચોકડીએથી તેની જ કારમાં સાત શખ્સોએ રૂ.25 હજારના વ્યાજની ઉઘરાણી મામલે અપહરણ કરી અલગ અલગ જગ્યાએ ફેરવી પડધરી નજીક લઈ જઈ મારમારી અને લૂંટ ચલાવી તેને કાલાવડ પાસે છોડી દેવામાં આવ્યો હતો આ બનાવ અંગે યુવાને બી-ડિવીઝન પોલીસમાં જાણ કરતા પોલીસે પાંચ શખ્સો વિરૂદ્ધ મનીલેન્ડ એક્ટ, લૂંટ, કાવત્રુ, અપહરણ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથધરી છે.

આ બનાવમાં પોલીસે સાયલા રહેતાં યુવરાજસિંહ વાઘેલાની ફરિયાદ પરથી રાજકોટના મુળરાજસિંહ જાડેજા, તેના કુટુંબી ભત્રીજા અજયસિંહ જાડેજા, રાજભા ફૌજી, વીરૂભા જાડેજા, રાજુભાઇ અને બે અજાણ્યા વિરૂધ્ધ ગુનો દાખલ કર્યો છે. યુવરાજસિંહ વાઘેલાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,તે સાયલા રહે છે અને અમદાવાદ-રાજકોટ પાટે અર્ટીગા કારમાં મુસાફરોની હેરફેરનું કામ કરે છે. રાજકોટ આવતો જતો હોઇ અને રાજકોટના મુળરાજસિંહ જાડેજા પણ રાજકોટ-અમદાવાદ પાટે ગાડીઓ ચલાવતાં હોઇ તેથી તેને તેની પાસેથી છ મહિના પહેલા રૂા. 25 હજાર વ્યાજે લીધા હતાં. જેની સામે રોજના રૂા. 200 તેને આપવાના હતાં.

પરંતુ ધંધો ઠપ્પ થઇ જતાં તેને પાંચ હજાર જ આપી શક્યો હતો. બીજી રકમ ચુકવી શક્યો નહોતો. વધુમાં તેને જણાવ્યું હતું કે, રાજભા ફોજી મળ્યા હોઇ તેણે મુળરાજસિંહના પૈસા તારે અમને આપવાના છે તેમ કહી ઉઘરાણી કરતાં તેની પાસે મેં એકાદ મહિનાની મુદ્દત માંગી હતી.

તે પછી ગઇકાલે 19મીએ સવારે હું મારી પાસેથી જીજે 38 ટી-7306 નંબરની અર્ટીગા લઇ રાજકોટ અગિયારેક વાગ્યે પહોંચ્યો ત્યારે અગાઉથી ઘડી રખાયેલા કાવત્રા મુજબ મારી કારની ચાવી પડાવી લઇ તેમજ મારો મોબાઇલ ફોન લૂંટી લઇ મારી જ કારમાં મારું અપહરણ કરી રસ્તામાં મને ગાળો દઇ ઢીકાપાટુનો માર માર્યો હતો. ત્યારબાદ રાજકોટથી પડધરી નજીકના ખારા પીપળીયા પાસે લઇ ગયેલ ત્યાં એક શખ્સ ધોકાથી મારકુટ કરી હતી.

તેમજ પૈસા દેવા પડશે તેમ કહેતાં મેં મારા ભાણેજને ફોનથી જાણ કરી ઓનલાઇન ત્રીસ હજાર મોકલવા કહ્યું હતું. તેની પાસે પૈસા ન હોય તેમણે ન મારા મોટા ભાઇ ઉત્તમસિંહ વાઘેલાને કરી જેથી તેને પોલીસને જન કરતા સાતે શખ્સો એ તેને કાલાવમ રોડ પર લાવી તેને ફેંકી દીધો હતો જેથી તેને સાત સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.