નશા માં ધૂત…..યુવતીએ બોલાવી ગાળોની રમઝટ

ગુજરાતમાં આમ તો દારૂબંધી છે. પરંતુ અહીં દારૂનો જથ્થો ઝડપાવાના અને નશાખોરોની ધરપકડના બનાવો લગભગ દરરોજ ખૂબ મોટી સંખ્યામાં બને છે. હાલ હવે અમીર ઘરની છોકરીઓ પણ દારૂ નશા કરે છે. આવોજ એક જામનગર નો કિસ્સો સામે આવ્યો છે.

આ વાયરલ વીડિયો હાલ આખા જામનગર શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. જામનગર શહેરના રામેશ્વરનગર વિસ્તારમાં મંગળવારે સમીસાંજે નશામાં ધૂત એક યુવતીએ ગાળોની રમઝટ બોલાવી દેતા આજુબાજુના રહેવાસીઓ અને ત્યાંથી પસાર થતા લોકો સ્તબ્ધ બની ગયા હતા.

પોલીસ મહિલાઓની ગરીમા જાળવીને તેમની ધરપકડ ન કરવાને બદલે ચેતવણી આપીને છોડી દે છે. જામનગર શહેરમાં યુવતીએ દારૂ પીને જાહેરમાં ધમાલ કરી હોવાનો એક વીડિયો વાયરલ થયો છે. વાયરલ વીડિયોમાં યુવતી જે પ્રકારની ભાષાનો પ્રયોગ કરે છે તેને સાંભળીને માથું શરમથી ઝૂકી જાય.

મોડે સુધી આ તમાશામાં યુવતીને સમજાવટ કરવા કોઈ આગળ આવતું ન હતું. મોડેથી પોલીસ આવે તે પહેલા જ યુવતીએ ત્યાંથી ચાલતી પકડી હતી. પરંતુ તે પહેલા લોકોએ તેનો ગાળોથી ભરપુર વીડિયો ઉતારી લીધો હતો જે વાયરલ થઈ રહ્યો છે.