Abtak Media Google News

દોઢ-માસથી ગુમ પરિણીતાના પિતાએ ડી.એન.એ. કરાવવાની માંગ કરી

કોયડા સમાન બનાવનો ભેદ ઉકેલવા પોલીસ માટે પડકાર: ટેકનોલોજી અને વૈજ્ઞાનિક ઢબથી તપાસનો ધમધમાટ

રાજકોટમાંથી કટકા થયેલી હાલતમાં મળેલી લાશ જૂનાગઢની દોઢ મહિનાથી ગુમ થયેલ દીકરીની હોવાની તેના પિતાએ આશંકા વ્યક્ત કરી, રાજ્યના મુખ્યમંત્રી સહિત સ્થાનિક પોલીસ અને આગેવાનોને અરજી કરી છે.

મુખ્યમંત્રીથી લઈને પોલીસ અધિકારીઓ તથા સ્થાનિક આગેવાનોને કરવામાં આવેલ અરજીમાં જૂનાગઢના પંકજભાઈ કાંતિભાઈ રાયઠઠા એ જણાવ્યું છે કે,

રાજકોટમાંથી એક યુવતીની કટકા કરેલી હાલતમાં લાશ મળી છે. તે લાશ મારી દીકરીની હોય તેવી પૂરી સંભાવના હોય જેથી પોલીસ દ્વારા તેની તપાસ કરવામાં આવે.

આ સાથે પંકજભાઈ એ અરજીમાં જણાવ્યું છે કે, જ્ઞાતિના રિવાજ મુજબ તેની દીકરી હસ્તી (ઉ.વ. 18) ના લગ્ન ભાવનગરના સણોસરા મુકામે કરવામાં આવ્યા હતા. બાદમાં તેને ઘરે તેડી લાવ્યા હતા અને અચાનક ગત તા. 4 માર્ચના રોજ હસ્તી ઘરમાંથી પાંચ તોલા સોનું અને રૂ. 1.30 લાખ રોકડા લઈ જતી રહી હતી. જે અંગે પરિવાર દ્વારા દીકરી હસ્તીની તપાસ કરતા સલમાન બાનવા નામના શખ્સે તેનું અપરણ કરી લઈ ગયો હોવાનું જાણમાં આવ્યું હતું. જે સલમાનને 2 આધાર કાર્ડ હોવાનું અને સલમાન બાનવા સહિત અજય ભરત પંડ્યા નામનો આધાર કાર્ડ ધરાવતો હોવાનું પણ ધ્યાનમાં આવ્યું હતું. બાદમાં પંકજભાઈએ પોતાની દીકરીનું અપરહણ થયાની એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

દરમિયાન આ અંગે જૂનાગઢના ડીવાયએસપી ધાંધલીયાના જણાવ્યા અનુસાર, પંકજભાઈની પુત્રી અપરહણ કેસની તપાસ જુનાગઢ એલસીબીને સોંપવામાં આવી છે, અને પોલીસ ટેકનીકલ ટીમની મદદથી પણ તપાસ કરી રહી છે. પંક્જભાઈ રાજકોટની લાલપરી નદીમાંથી કટકા કરાયેલી લાશના ડી.એન.એ. કરાવવાની માંગ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.