Abtak Media Google News

ખાનગીકરણના વિરોધમાં સરકારી બેન્કોના 9 લાખ જેટલા કર્મચારીઓની હડતાલથી બેન્કના કામકાજને ભારે અસર : સોમવારથી સ્થિતિ સામાન્ય થશે

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર બે સરકારી બેન્કોનું ખાનગીકરણ કરવા વિચારી રહી છે. તેની આ હિલચાલના વિરોધમાં સરકારી બેન્કોના 9 લાખ જેટલા કર્મચારીઓએ બે દિવસની હડતાલ શરૂ કરી છે. આજે આ હડતાલનો બીજો દિવસ છે. આ દેશવ્યાપી હડતાળમાં જાહેર ક્ષેત્રની બેન્કોના તમામ અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હોય બેન્કિંગ કામકાજને માઠી અસર પડી છે.

રાષ્ટ્રીયકૃત બેન્કોના ૯ લાખ કર્મચારીઓ બે દિવસની હડતાળ પર છે તેથી ચેક ક્લિયરન્સ, ફંડ ટ્રાન્સફર , ડીમાન્ડ ડ્રાફ્ટ કઢાવવા સહિતની બેન્કિંગ સેવાઓ ઉપર અસર થઇ છે. બેંકોના ખાનગીકરણના વિરોધમાં બેંક યુનિયન દ્વારા બે દિવસીય હડતાળનું એલાન કરવામાં આવ્યું હતું બે દિવસની બેંક હડતાળના પગલે રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં કરોડોનું ટર્ન ઓવર ખોરવાયું છે.બે દિવસની બેંક હડતાળમાં રાજકોટના 2500 સહિત સૌરાષ્ટ્રના 6000થી વધુ બેંક કર્મીઓ હડતાળમાં જોડાયા છે.

કેન્દ્ર સરકાર દ્વારા આગામી સમયમાં બેંકોના ખાનગીકરણને લઇ ખરડો પસાર કરવા જઈ રહી છે. ત્યારે સરકારના આ ખાનગીકરણ સામે વિરોધ નોંધાવી બેંક યુનિયનો દ્વારા રાષ્ટ્રીય વિરોધ નોંધાવી આજ અને આવતીકાલ બે દિવસ હડતાળનું એલાન કરવામાં આવ્યું છે. જેના કારણે બે દિવસીય હડતાળના પગલે કરોડો રૂપિયાનું ટર્ન ઓવર ખોરવાયુ છે. બેંક યુનિયનો દ્વારા બેંકોના ખાનગીકરણથી નાના અને ગરીબ લોકો બેંકથી વંચિત રહી જશે તેવી ભીતિ વ્યક્ત કરવામાં આવી છે. આજે હડતાલનો બીજો દિવસ છે.

બેન્ક કર્મચારીઓ જણાવી રહ્યા છે કે તેઓ જનસામાન્ય હિત માટે લડી રહ્યાં છે. જો બેન્કોનું ખાનગીકરણ થશે તો બેન્કોની ૧.૫૬ લાખ કરોડની થાપણ જે દેશના જીડીપીના લગભગ ૭૫ ટકા જેટલી છે તે ખાનગી સાહસને હવાલે થઇ જાય.અત્યાર સુધીમાં સરકાર બિનઉત્પાદક અકસ્યામતો રૂા.૮ લાખ કરોડ માંડવાળ કરેલ છે. હજી પણ બીજી રૂા.૬ લાખ કરોડની બિનઉત્પાદક અકસ્યમાત વસુલી કરવાની બાકી છે.

સરકારે છેલ્લા ૬ માસમાં ૪.૬૪ લાખ કરોડની વસુલી સામે ફકત ૧.૬૮ લાખ કરોડ વસુલેલ છે. આ ખોટ જાહેર જનતા ઉપર છે. આ બિનઉત્પાદક અકસ્યામતોના ૮૫ ટકા ઉધોગપતિના છે. તેવા તત્વોને બેન્કનો વહીવટ સોંપી શકાય? ૧૯૯૧થી ખાનગી બેન્કોને લાયસન્સ આપવાનું શરૂ કરેલ તે ૧૯૯૧થી ૨૦૧૩ સુધીમાં ગ્લોબલ ટ્રસ્ટ બેન્ક, ટાઇમ્સ બેન્ક, સેન્ચુરીયન બેન્ક, બેન્ક ઓફ પંજાબ બંધ થઇ છે.

૨૦૧૪ પછી યશ બેન્ક નબળી પડી જેને જાહેરક્ષેબની બેન્કે ઉગારી, લમીવિલાસ બેન્ક, દેવાન એચએફએલ, આઇએલ એન્ડ એફએસ, ફ્રેન્કલીન ટેમ્પલટન જે માંદી પડી અને તેને સરકારી બેન્કોએ ઉગારી. સરકાર જો બેન્ક નબળી પડે તો પ્રજાની થાપણની ડીઆઇસીજીસી મારફત રૂા.૧ લાખ ડીપોઝીટનો વિમો હતો જે હાલમાં રૂા.૫ લાખ કરેલ છે. પરંતુ દર રૂા.૧૦૦ની ડીપોઝીટ સામે બે પૈસાનો વધારો કરેલ છે. જેના કારણે ડીઆઇસીજીસીને રૂા.૨૯૯૩ કરોડ વધારે મળેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.