Abtak Media Google News

ઓરિસ્સાના મુખ્યમંત્રી નવીન પટનાયકે ગઇકાલે લોકસભાની ચુંટણીની જાહેરાત થાય તેની એક કલાક પહેલાં જ ચુંટણીઓમાં મહિલાઓને ૩૩ ટકા આપવાનો વચન પુરુ કરીને લોકસભાની ચુંટણીમાં નવીન પટનાયકે મોટો દાવ ખેલી લીધો છે.

રવિવારે ચુંટણી પંચે લોકસભા અને વિધાનસભાના ચુંટણી કાર્યક્રમો જાહેર કરવાની તૈયારી કર્યુ રહ્યું હતું. ત્યારે એક કલાક પહેલા નવીન પાયનાયકે મહીલાઓ માટે પોતાના પક્ષ ૩૩ ટકા બેઠકો માટે અનામત રાખવાની જાહેરાત કરીછે. આવું પહેલીવાર બન્યું છે. જયારે કોઇ રાજકીય પક્ષ મહિલાઓ માટે અનામત બેઠકોની જાહેરાત કરતું હોય પટનાયકના આ પગલાથી મહિલાઓની વોટ બેંક તેમને ફાયદો કરાવશે.

બીજુ જનતા દળ લોકસભાની ર૧ બેઠકોમાંથી ૭ બેઠકો પર મહીલા ઉમેદવારો ઉભા રાખશે આવનાર દિવસોમાં ઓરિસ્સા સાત મહીલા સાંસદોને લોકસભામાં મોકલશે. નવીન પટનાયકના આ પગલાને મહીલા સ્વઆશ્રય આગેવાનો અને રાજકારણીઓએ ભારે આવકાર આપ્યો છે. અત્યાર સુધી પટનાયકને મહિલા મતદારોએ જ સત્તા અપાવી છે બે દાયકાથી પટનાયક મહીલાઓના મતે સત્તામાં રહે છે. રાજયના ૩.૧૮ કરોડ મતદારોમાં ૧.૫૪ કરોડ મહિલા મતદારો છે.

જાજપુર અને કિયોઝરમાં મહીલા સાંસદો છે મહીલા સશકિત કરણની દિશામાં આ પગલુ ઐતિહાસિક હોવાનું પટનાયકે જણાવ્યું હતું નવીન પટનાયકે પિતા પૂર્વ મુખ્યમંત્રી બીજુ પટનાયકની મહિલાઓને ૩૩ ટકા અનામત આપવાની ઇચ્છાને પુરુ કરી છે નવીન પાટનાયકે જણાવ્યું હતું કે જો ભારતને વિશ્વમાં નંબર વન બનવું હશે તો અમેરિકા અને ચીનની જેમ મહીલા સશકિતકરણનો માર્ગ અપનાવવો પડશે.

બીજુ જનતા દળના પ્રમુખ દ્વારા ઓરિસ્સા વિધાનસભામાં મહિલાઓને ૩૩ ટકા અનામત આપવાનો ખરડો પસાર કરી વડાપ્રધાનને પત્ર પાઠવી મહીલા સશકિતકરણ અંગે જાણ કરી હતી.ભાજપના પ્રવકતા સમ્બીત યાત્રાએ જણાવ્યું હતું કે, પટનાયકે લોકસભામાં મહીલાઓને ૩૩ ટકા અનામતની જાહેરાત કરી વિધાનસભા માટે શા માટે ન કરી ચુંટણી પહેલા નવીન પટનાયકની આ જાહેરાતે રાજયમાં જ નહિ પરંતુ દેશના રાજકારણમાં મોટી હલચલ મચાવી દીધી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.