Abtak Media Google News

પર્યાવરણને અનુકૂળ જીવનશૈલી પર બેઠકમાં ચર્ચા કરવામાં આવી: બેઠકમાં 90 પ્રતિનિધિઓએ હિસ્સો લીધો

જી20 અધ્યક્ષતા હેઠળ ડેવલપમેન્ટ વર્કિંગ ગ્રુપ (ઉઠૠ)ની ઔપચારિક બેઠક શુક્રવારે કેરળમાં કોચિ ખાતે કુમારકોમમાં આયોજિત કરવામાં આવી. આ બેઠકમાં જી20ના સભ્ય દેશો, 9 આમંત્રિત દેશો અને વિવિધ આંતરરાષ્ટ્રીય અને ક્ષેત્રીય સંગઠનોના 80થી વધુ પ્રતિનિધિઓએ હિસ્સો લીધો. આ પ્રસંગે, વિદેશ મંત્રાલયના સચિવ (આર્થિક બાબતોના)  દમ્મુ રવિએ બેઠકને સંબોધિત કરી. આ દરમિયાન તેમણે લો (ઓછો) કાર્બન વિકાસ પદ્ધતિ માટે એક વિઝનની રૂપરેખા આપી જે વધુ ટકાઉ, સમાવિષ્ટ અને સ્થિતિસ્થાપક છે.

બેઠક દરમિયાન ભારત દ્વારા પ્રસ્તાવિત વિવિધ વિકાસ પ્રાથમિકતાઓ પર પણ વિગતવાર ચર્ચા કરવામાં આવી. બીજા દિવસે કુલ ત્રણ સત્રો આયોજિત કરવામાં આવ્યા. આ દરમિયાન, ડેટા ફોર ડેવલપમેન્ટ, ક્ષમતા નિર્માણ નેટવર્ક અને પર્યાવરણને અનુકૂળ જીવનશૈલીમાં વેગ લાવવા માટે જી20 કાર્યયોજના પર પણ ચર્ચા કરવામાં આવી. ઉઠૠ બેઠક દરમિયાન ભારતના ઉઠૠ સહ-અધ્યક્ષ, વિદેશ મંત્રાલયના સંયુક્ત સચિવ કે. નાગરાજ નાયડૂ અને ઇનામ ગંભીરે જી20ના સમકક્ષો અને મહેમાનો સાથે ઘણી દ્વિપક્ષીય ચર્ચાઓ કરી. બેઠકના ત્રીજા દિવસે એટલે કે 8 એપ્રિલે પણ કુલ 3 સત્રો આયોજિત કરવામાં આવશે. બેઠક પછી તમામ પ્રતિનિધિઓ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં હિસ્સો લેશે.

આ પહેલા 6 એપ્રિલે આયોજિત ડેવલપમેન્ટ વર્કિંગ ગ્રુપના કાર્યક્રમમાં અનેક એક્સપર્ટ્સ અને આંતરરાષ્ટ્રીય સંગઠનો, શિક્ષણ ક્ષેત્રો, બુદ્ધિજીવી વર્ગ અને સિવિલ સોસાયટીના ઘણા વક્તાઓએ ચર્ચામાં હિસ્સો લીધો હતો. આ દરમિયાન, વિકાસ માટે ડેટા, પર્યાવરણ માટે જીવનશૈલી અને ફક્ત હરિત પરિવર્તન પર એક સાઇડ ઇવેન્ટ આયોજિત કરવામાં આવી. ડેવલપમેન્ટ વર્કિંગ ગ્રુપની આ બેઠક 9 એપ્રિલ સુધી ચાલશે. આ પહેલા ડેવલપમેન્ટ વર્કિંગ ગ્રુપની પહેલી બેઠક ગયા વર્ષે ડિસેમ્બરમાં મુંબઈમાં આયોજિત કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.