Abtak Media Google News

રાજકોટ શહેરમાં પાણી ચોરીની પ્રવૃત્તિ અટકાવવા રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર બંછાનિધિ પાનીના આદેશ અનુસાર ગેરકાયદેસર નળ કનેક્શન અને ડાયરેક્ટ પમ્પીંગનાં કિસ્સાઓની તપાસ તથા પગલા ઉપરાંત પાણીનો બગાડ કરતા આસામીઓ સામે પણ પગલાં લેવામાં આવી રહયા છે. આજે વોર્ડ નં. ૧૦ની ટીમ દ્વારા શહેરમાં વામ્બે આવાસ યોજનાના વિસ્તારમાં હાથ ધરાયેલ ચેકિંગ દરમ્યાન ડાયરેક્ટ પમ્પીંગ કરતા કુલ ૧૮ આસામીઓ પૈકી ૦૪ આસામીઓ પાસેથી ડાયરેક્ટ પમ્પીંગનો દંડ રૂપિયા બે હજાર લેખે કુલ રૂ. ૮,૦૦૦/-નો દંડ અને ૧૪ આસામીઓની મોટર જપ્ત કરવામાં આવી હતી.

Advertisement

વોર્ડ નં. ૧૦ માં ડાયરેક્ટ પમ્પીંગ કરતા આસામીઓ સામે દંડ વસુલ કરવામાં આવેલ છે તેમાં  ચંપકભાઈ લાલજીભાઈ બામટા,  વિપુલભાઈ મોહનભાઈ પરમાર,  હિતેશભાઈ નથુભાઈ જેઠવા અને હર્ષદભાઈ એન. કરીયા, તેમજ જે આસામીઓની મોટર જપ્ત કરવામાં આવી હતી તેમાં  વામ્બે આવાસ યોજના બ્લોક નં. ૬/૧૨  ઇલાબેન,  વામ્બે આવાસ યોજના બ્લોક નં. ૨૩/૮-હિનાબેન,  વામ્બે આવાસ યોજના બ્લોક નં.૨૬/૧૦-સાગરભાઈ,  વામ્બે આવાસ યોજના બ્લોક નં. ૯/૧૯-પ્રવીણભાઈ, વામ્બે આવાસ યોજના બ્લોક નં.૨૩/૯ ભાવનાબેન, વામ્બે આવાસ યોજના બ્લોક નં.૫, વામ્બે આવાસ યોજના બ્લોક નં. ૨૦/૧૯-જયેશભાઈ જેઠવા,  વામ્બે આવાસ યોજના બ્લોક નં.૨૮/૧૦-દીપકભાઈ ગૌસ્વામી, વામ્બે આવાસ યોજના બ્લોક નં.૨૩/૪-ઇકબાલભાઈ, વામ્બે આવાસ યોજના બ્લોક નં. ૨૧/૨૧-અશ્વિનભાઈ, વામ્બે આવાસ યોજનાના અન્ય  વામ્બે આવાસ યોજનાના અન્ય  વામ્બે આવાસ યોજનાના અન્ય અને વામ્બે આવાસ યોજનાના અન્ય આસામીઓનો સમાવેશ થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.