Abtak Media Google News

૧૯ મહિલાઓ અને ૭ પુરૂષો કુલ ૨૬ તસ્કરો પાસેથી ૬  કરોડનું સોનું જપ્ત

ઇન્દીરા ગાંધી ઈંટરનેસનલ એરપોર્ટ પર સોના તસ્કરોનાં મનસુબાઓને નિષ્ફળ બનાવતા કસ્ટમની એર ઇન્ટેલીજન્સ એન્ડ પ્રિવેન્ટીવ ટીમે દિલ્હીનાં ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કાર્યવાહી કરી છે. કાર્યવાહી હેઠળ ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર મોટી કાર્યવાહી કરી છે. આ કાર્યવાહી હેઠળ સોનાની તસ્કરીનો પ્રયાસ કરી રહેલ 26 તસ્કરોને શનિવારે એક સાથે હિરાસતમાં લઇ લેવામાં આવ્યા હતા. આ તસ્કરોમાં 19 મહિલાઓ અને 7 પુરૂષોનો સમાવેશ થાય છે. તેમનાં કબ્જામાંથી કસ્ટમે કુલ 17 કિલો સોનું જપ્ત કર્યું છે. જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત આશરે 6 કરોડ રૂપિયા આંકવામાં આવી છે. જપ્ત કરાયેલું સોનું આરોપીઓએ પોતાના હેન્ડબેગમાં છુપાવ્યું હતું અને એરપોર્ટની સિક્યુરિટીને છેતરીને ભારતમાં આ સોનું પહોંચાડવા માંગતા હતા પરતું તેમના મનસુબા પર પાણી ફરી વળ્યું છે.

Gold 2ઇન્દીરા ગાંધી ઈંટરનેસનલ એરપોર્ટ કસ્ટમ વિભાગનાં વરિષ્ઠ અધિકારીનાં અનુસાર ઇન્ટેલિજન્સ ઇનપુટ મળ્યું હતું કે તુર્કમેનિસ્તાનમાંથી મોટા પ્રમાણમાં સોનું દિલ્હીનાં ઇન્દીરા ગાંધી ઈંટરનેસનલ એરપોર્ટ પર પહોંચવાનું છે. આ સોનું ૨૬ તસ્કરોએ નાના નાના પ્રમાણમાં છુપાવ્યું હતું. ત્યાર બાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગે ઇન્ટેલિજન્સને  એક્ટિવ કરી દીધું છે. તુર્કમેનિસ્તાનથી આવનાર દરેક મુસાફરની કડક ચકાસણી કરવામાં આવી હતી.  કસ્ટમનાં સુત્રો અનુસાર સધન શોધખોળ દરમિયાન એ ઇન્ટેલીજન્સ એન્ટ પ્રિવેન્ટિવ વિંગે ટર્કિશ એરલાઇન્સથી આવેલી કેટલીક મહિલા અને પુરૂષોની સધન તપાસ કરી હતી. સોનું જપ્ત કર્યું હતું. જો કે સોનું જેટલું અનુમાન હતું તેનાં કરતા ઘણુ ઓછું હતું. પરિણામે કસ્ટમે પોતાનું શોધખોળ અભિયાન ચાલુ રાખ્યું હતું. જેનાં પગલે અન્ય ફ્લાઇટ્સમાંથી આવનાર અન્ય કેટલાક લોકો પાસેથી પણ સોનું મળી આવ્યું હતું. તસ્કરોએ કસ્ટમને જાણ ન લાગે તે માટે ત્રણ ગ્રુપમાં વહેંચાઇ ગયા હતા. અલગ અલગ ફ્લાઇટ દ્વારા દિલ્હી આવ્યા હતા પરતું એરપોર્ટ પર કસ્ટમ વિભાગની સઘન કાર્યવાહીથી તેઓને ઝડપી પાડયા હતા હજુ પણ વધારે સોનું મળવાનો રિપોર્ટ હતો જેથી મુસાફરો પર સતત ધ્યાન રખાય રહ્યું છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.