Abtak Media Google News

જીવીએફએલ પ્રારંભ રાજકોટ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ એમ્પાવરમેન્ટ કાર્યક્રમ ગુજરાતમાં સ્ટાર્ટઅપ બિઝનેસ અને એની સાથે સંકળાયેલ સંસ્થાઓની ઈકોસીસ્ટમને મજબૂત કરવા માટે જીવીએફએલ પ્રારંભનું તારીખ 7મી ઓક્ટોબર-2022, શુક્રવારના રોજ આઇસીએઆઇ ભવન રાજકોટ ખાતે સવારે 10 -6 દરમિયાન આયોજન કરવામાં આવેલ છે. જીવીએફએલ પ્રારંભ વિશે: જીવીએફએલ પ્રારંભએ સમગ્ર ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને મજબૂત કરવા માટે જીવીએફએલ દ્વારા આ પહેલ કરાયેલ છે.

આ ઇવેન્ટનો ઉદ્દેશ્ય પ્રારંભિક તબક્કાના સ્ટાર્ટઅપ્સ, એન્જલ ઇન્વેસ્ટર્સ, ઇક્યુબેટર્સ અને સરકારને વાઇબ્રન્ટ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ બનાવવા માટે એક પ્લેટફોર્મ પર લાવવાનો છે. આ ઇવેન્ટના આકર્ષણ : Fire Side Chat* – જે અંતર્ગત ઔદ્યોગિક સાહસિકો દ્વારા ચર્ચા કરવામાં આવશે. pitching Event- જેમાં પસંદ કરાયેલા સ્ટાર્ટ અપ પોતાનો વિચાર રજુ કરશે અને રોકાણકાર દ્વારા એમાં સીધું રોકાણ મેળવવાની તક આપવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.