Abtak Media Google News

૦ થી ૧૪ વર્ષના બાળકો-ચિલ્ડ્રનનાં સર્વાંગી વિકાસ પરત્વે મા-બાપની ભૂમિકા શાળા સંકુલ-ટીચર શિક્ષણ સાથે ખુબ જ મહત્વની છે. શાળા સમય કરતા મા-બાપ પાસે બાળક વધુ સમય રહે છે. જે અંતર્ગત બાલભવન તથા ચેઈન્જ ચિલ્ડ્રન એન્ડ યુથ ડેવલપમેન્ટ સોસાયટી દ્વારા બાળકોના સર્વાંગી વિકાસમાં માં-બાપની ભૂમિકા વિષય પર સેમીનાર યોજવામાં આવ્યો હતો. વિનામૂલ્યે યોજાયેલ આ સેમીનારમાં માં-બાપ, શિક્ષકો, પ્લે હાઉસના ટીચરો તથા બાલસભ્યોના વાલીઓએ ભરપુર લાભ ઉઠાવ્યો હતો.

સેમીનારમાં તજજ્ઞ વકતા તરીકે શિક્ષણ ફિલ્ડ, ચિલ્ડ્રન એકિટવીટી, ચાઈલ્ડ સાયકોલોજીસ્ટ તથા ચિલ્ડ્રન એન્ડ યુથ કાઉન્સીલર અરૂણ દવેના માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમનો બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ, વાલીઓએ લાભ લીધો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.