Abtak Media Google News

ટોરન્ટોમાં આગામી ૧ થી ૭ નવેમ્બરના રોજ યોજાનારી વિશ્વ ધર્મ પરિષદ ની પૂર્વ ભૂમિકા રુપે પ્રિ પાર્લામેન્ટનું આયોજન

સ્વાીમ વિવકોનંદજીએ ૧રપવર્ષ પહેલા શિકાગોમાં સર્વ પ્રથમ ધર્મ પરીષદમાં અભૂતપૂર્વ વ્યાખ્યાન આપ્યું હતું. તેની ૧રપમી જયંતિ ના ભાગરુપે રામકૃષ્ણ આશ્રમ દ્વારા ઇન્ટરફેથ હારમોની ઓન ગ્લોબલ સિવિલાઇઝેશન વૈશ્વિક સભ્યતા માટે સર્વધર્મ સમન્વયની આવશ્યકતા વિષય પર એક દિવસીય પરિસંવાદનું આયોજન તા. ર૪ ને રીવવારના સવારના ૯ થી સાંજન ૬ વાગ્યા સુધી કરવામાં આવ્યું છે. વિશ્વ ધર્મ પરિષદની પૂર્વભૂમિકા રુપે આ એક દિવસીય પ્રી પાર્લામેન્ટમાં દેશભરના વિવિધ ધર્મ-સંપ્રદાયના પ્રતિનિધિ ઉ૫સ્થિત રહેશે. આ સેમીનારનું ઉદધાટન ગુજરાતના રાજયપાલ ઓ.પી.કોહલીના હસ્તે કરાશે. રામકૃષ્ણ મિશનના ઉપાઘ્યક્ષ સ્વામી ગૌતામનંદજી મહારાજ આ સેમીનારના પ્રથમ સત્ર ની અઘ્યક્ષતા કરશે.

Advertisement

આ તકે વર્લ્ડ પાર્લામેન્ટ ઓફ રીલીજીયન્સ કમીટીના ટ્રસ્ટી ડોકટર ભદ્રાબેન શાહ, ડો. જયેશભાઇ શાહ વર્ષ પાર્લમેન્ટના એમ્બેસેડર ખાસ ઉ૫સ્થિત રહેશે. પ્રથમ સત્રના અઘ્યક્ષતા બેલૂર મઠના આચાર્ય પૂ. સ્વામી ગૌતમાનંદજી મહારાજ વિવિધ ધર્મના પ્રતિનિધિઓ પોત પોતાના ધર્મ પ્રમાણે કેવી રીતે સંવાદિતા સાધી શકાય એની વાતો રજુ કરશે.

દ્વિતીય સત્રમાં શિક્ષણ અને મીડીયાનો સર્વધર્મ સમન્વય માનવામાં શું ભૂમિકા એની હોઇ શકે એ વિશેનું સત્ર રહેશે. જેમાં પ્રોફેસર જે.એુસ. રાજપુત એનસીઆરટીના ડાયરેકટર આ વિષય પર પોતાના વિચારો રજુ કરશે છેલ્લા સત્રમાં પ્રતિનિધિઓમાંથી કેટલાક પ્રતિનિધિઓ પોતાના પ્રતિભાવો રજુ કરશે તેમ જ ટોરંટોમાં યોજાનારી પાર્લામેન્ટરીમાં હાજર રહેવા માટેના રજીસ્ટ્રેશનની વિશેષ માહીતી આપવામાં આવશે.

આ સેમીનારમાં ભાગ લેવા માટેની વિગતો રામકૃષ્ણ આશ્રમ રાજકોટ વેબસાઇટઉપલબ્ધ છે ડબલ્યુ ડબલ્યુ આરકે એમ રાજકોટ ડોટ ઓઆરજી પર ઉપલબ્ધ છે. આ સેમીનારનો લ્હાવો લેવા માટે સૌને અનુરોધ કરાયો છે. કાર્યક્રમમાં લાભ લેવા ઇચ્છુકોને રજીસ્ટ્રેશન કરાવવા અથવા વધુ વિગતો માટે રામકૃષ્ણ આશ્રમ રાજકોટનો સંપર્ક કરવા જણાવાયેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.