Abtak Media Google News

અમરેલી જિલ્લાની 11 તાલુકા પંચાયતમાંથી 7 બિનહરિફ થઇ હતી. રાજુલા તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની આજે વરણી કરવામાં આવી હતી. તાલુકા પંચાયત ભાજપ પાસેથી કોંગ્રેસે આંચકી લીધી હતી. ભાજપના જ 3 બળવાખોર સદસ્યોથી કોંગ્રેસ સત્તા પર આવી હતી. પ્રમુખ તરીકે બંસીબેન લાડુમોર અને ઉપપ્રમુખ તરીકે ગીતાબેન ધાખડાની નિમણૂક કરાઇ હતી.

અમરેલીની 7 તાલુકા પંચાયતમાં પ્રમુખ-ઉપપ્રમુખ બિનહરિફ ચૂંટાયા

ખાંભા- સોમલાભાઈ વાળા (પ્રમુખ) અને અશ્વિન પરમાર (ઉપપ્રમુખ), બગસરા- દક્ષાબેન કોરાટ (પ્રમુખ) અને વિનોદ ધારીયા (ઉપપ્રમુખ), લાઠી- જનક તલાવીયા (પ્રમુખ) અનેવજુ નવાપરિયા (ઉપપ્રમુખ), બાબરા- ધકુબેન વાસણી (પ્રમુખ) અને કિશોર દેથલીયા (ઉપપ્રમુખ), લીલીયા- ઇન્દુબેન પરમાર (પ્રમુખ) અને ચોથાભાઈ કસોટીયા (ઉપપ્રમુખ),કુંકાવાવ- ભાનુમતીબેન વસાણી (પ્રમુખ) અને દેવદાનભાઈ ખાચરીયા (ઉપપ્રમુખ),સાવરકુંડલા- રાઘવભાઈ સાવલીયા (પ્રમુખ) અને બબલાભાઈ ખુમાણ (ઉપપ્રમુખ)

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.