Abtak Media Google News

શિક્ષણ અને સંશોધનનો હેતુ માત્ર ડિગ્રી કે રોજગારલક્ષી ન રહેતા વ્યક્તિત્વ, સમાજ અને રાષ્ટ્રના ઉત્થાન માટે હોવો જોઇએ: ડો. વાજા

વેદાંત ફાઉન્ડેશન દ્વારા સન્માન

રાષ્ટ્રનિર્માણમાં શિક્ષકોનો સિંહ ફાળો હોય છે. આવા સંનિષ્ઠ શિક્ષકોનું રાષ્ટ્રીય કક્ષા એ ચયન કરી અને તેઓના શૈક્ષણિક ક્ષેત્રે પ્રદાન બદલ સમાજ વતી વેદાંત ફાઉન્ડેશન તેઓને સન્માનિત કરી કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરે છે. શિક્ષણ અને સંશોધન ક્ષેત્રે આગળ પડતું નામ ધરાવતા અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત રાજકોટની માતુશ્રી વીરબાઈમાં મહિલા કોલેજ અંગ્રેજી વિભાગના અધ્યક્ષ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અંગ્રેજી બોર્ડના ચેરમેન અને છેલ્લા ત્રણ દાયકાથી અધ્યાપન અને સંશોધન ક્ષેત્રે જોડાયેલા અંગ્રેજી ભાષા સાહિત્યના વરિષ્ઠ અધ્યાપક ડો. ઇરોસ વાજાને વેદાંત ફાઉન્ડેશન દ્વારા વેદાંત એકસેલન્સ એવોર્ડ 2020 થી સન્માનિત કરાતા વિદ્યાર્થીઓ અને શિક્ષણવિદોમાં હર્ષની લાગણી વ્યાપી છે. આ પ્રસંગે બોલતા ડો. વાજાએ જણાવ્યું હતું કે શિક્ષણએ ખરા અર્થ માં તપશ્ચર્યા જ છે કારણ કે લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે કલાકો ના કલાકો સુધી સતત સાધના કરતી રહેવી પડે છે. આ સાધનામાં ઘણા વિઘ્નો, સમસ્યાઓ પણ આવે છે. પરિસ્થિતિ હંમેશા આપણને અનુકૂળ જ નથી હોતી, પ્રતિકૂળતામાં પણ સતત કાર્ય કરતુ રહેવું પડે છે.  શિક્ષણ અને સંશોધન નો હેતુ માત્ર ડિગ્રી કે રોજગાર લક્ષી ન રહેતા વ્યક્તિત્વ, સમાજ અને રાષ્ટ્ર ના ઉત્થાન માટે નો હોવો જોઈએ.

દર્શનશાસ્ત્ર વિષયમાં માસ્ટર ડિગ્રી તેમજ અંગ્રેજી તેમજ પત્રકારત્વ જેવા વિષયોમાં પીએસ.ડી. ની ઉચ્ચતમ ડિગ્રીઓ ધરાવતા ડો. ઇરોસ વાજા હાલ કાયદાશાસ્ત્રનો અભ્યાસ કરી રહ્યા છે. ડો. વાજાએ કેનેડા, રશિયા, અમેરિકા, દુબઇ જેવા દેશોના શૈક્ષણિક પ્રવાસો કરી ભારતનું પ્રતિનિધિત્વ કરી ગૌરવ વધાર્યું છે. તેઓ ઇન્ડિયન એસોસિએશન ફોર કેનેડિયન સ્ટડીઝ જેવી 128 દેશોમાં ફેલાયેલી આંતરરાષ્ટ્રીય સંસ્થાના એક્ઝેક્યુટીવ કાઉન્સિલ તરીકે પણ સેવાઓ આપી રહ્યા છે. અત્યારસુધીમાં ઘણા વિદ્યાર્થીઓએ તેમના માર્ગદર્શન માં ઙવ. ઉ. ની ડિગ્રીઓ હાંસલ કરી છે. તેઓના સંશોધન પાત્રો અનેક રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય કક્ષા ના જર્નલ્સ માં પ્રકાશિત થતા રહે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.