Abtak Media Google News

વિજ્ઞાન પ્રવાહની જેમ સામાન્ય પ્રવાહમાં પણ બે વિષયની પુરક પરીક્ષા લેવાય તે માટે બોર્ડના સભ્યોએ કરી હતી માંગણી

ગુજરાત રાજય માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-૨૦૧૮માં લેવાયેલી ધો.૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષામાં બે વિષયમાં અનઉતિર્ણ થયેલા વિર્દ્યાથી ઓની પુરક પરીક્ષા લેવા માટે સરકાર ગંભીરતાપૂર્વક વિચારણા કરી રહી છે. સાયન્સ પ્રવાહની જેમ સામાન્ય પ્રવાહમાં પણ વિર્દ્યાથીની પુરક પરીક્ષા લેવામાં આવે તેવી બોર્ડના સભ્યો, કારોબારી સમીતી અને પરીક્ષા સમીતીએ માંગ કરી છે. આ બાબતે સરકાર ગંભીરતાપૂર્વક વિચારણા કરી રહી છે અને વિર્દ્યાથીઓના હિતમાં નિર્ણય આવે તેવા સંકેતો વર્તાઈ રહ્યાં છે.

માર્ચ ૨૦૧૮માં ધો.૧૨ સામાન્ય પ્રવાહનું નબળુ પરિણામ અને તેમાં પણ ખાસ કરીને અંગ્રેજી વિષયમાં ખૂબ મોટા પ્રમાણમાં વિર્દ્યાથીઆે નાપાસ થયા છે તો આવા સંજોગોમાં ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહની જેમ સામાન્ય પ્રવાહના વિર્દ્યાથીઓ માટે પણ બે વિષયની જો પૂરક પરીક્ષા લેવામાં આવે તો ઘણા ખરા વિર્દ્યાથીઓનું ભવિષ્ય પુરક પરીક્ષા આશાનું કિરણ બની રહેશે. આ માટે સરકારમાં અનેક ચચા-વિચારણા ચાલી રહી છે. જેને લઈ આજે કારોબારી સમીતીની ગાંધીનગર ખાતે મીટીંગ પણ મળી હતી. આ મીટીંગમાં ધો.૧૨ સામાન્ય પ્રવાહની માર્ચ ૨૦૧૮ની લેવાયેલી પરીક્ષામાં કુલ ૧.૫૪ લાખ જેટલા વિર્દ્યાથીઓ નાપાસ થયા છે અને બે વિષયમાં નાપાસ યેલા વિર્દ્યાથીઓ માટે પુરક પરીક્ષા લેવાય તે માટેની ગંભીરતાપૂર્વક ચર્ચા કરાઈ હતી.

ગુજરાતના લાખો વિર્દ્યાીઓ અને વાલીઓ માટે પુરક પરીક્ષા લેવાની જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવે તો વિર્દ્યાથીઓ માટે અચ્છે દીનનું સ્વપ્ન પૂરું થઈ શકે તેમ છે.

આ માટે ગુજરાત સરકાર દ્વારા ગંભીરતાપૂર્વક વિચારણા થઈ રહી છે અને ટૂંક સમયમાં જ વિર્દ્યાથીઓના હિતમાં નિર્ણય આવે તેવી ચર્ચા ચાલી રહી છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.