Abtak Media Google News

કોરોના મહામારીના કપરા સમયને અવસરમાં બદલવાની અનોખી કળા શીખવતી દ્રશ્ય-શ્રાવ્ય પ્રસ્તુતિનું રાજકોટ શહેરના સર્વે શૈક્ષણિક-સામાજિક-ઔદ્યોગિક-વેપારી સંગઠનો, દરેક જ્ઞાતિ સમાજ, રાજકીય કાર્યકરો, તમામ પ્રિન્ટ અને સોફ્ટ મીડિયાના સંચાલકો તથા પ્રતિષ્ઠિત નગરજનો દ્વારા ત્રિ-દિવસીય આયોજન યોજવામાં આવેલ હતું જેમાં પૂજ્ય અપૂર્વમુનિ સ્વામીએ રસપ્રદ અને ચોટદાર શૈલી સાથ અત્યાધુનિક દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમ દ્વારા સંકટ સમયની સંજીવની માટે વિવિધ મુદ્દાઓ પર પ્રસ્તુતિનો લાભ આપ્યો  જેમાં સ્વ ફરજ સાથે સાવધાની, સંતોષ સાથે સંયમ, સુહ્યદભાવ સાથે સેવા, શૂરવીરતા સાથે શ્રમ ,5. શ્રદ્ધા સાથે સત્સંગ અને અંતમાં મારો સંકલ્પ  મારી સાવધાની વર્કશોપના કાર્યક્રમ દ્વારા દર્શકો પ્રત્યેક  બાદ પરથી પોતાના વ્યક્તિગત જીવનમાં ક્યા સુવિચારો અમલમાં મૂકી શકે તે માટે સંકલ્પબદ્ધ થયા હતા.

અબતક ચેનલ અને ડિજિટલ પ્લેટફોર્મ ઉપર મોટી સંખ્યામાં લોકોએ ઘરે બેઠા ત્રિ-દિવસીય કાર્યક્રમ માણ્યો હતો

સમગ્ર ત્રિ-દિવસીય કાર્યક્રમના મહત્વના સારરૂપ મુદ્દાઓમા ંસરકારના નિયમોનું પાલન એ આપણું કર્તવ્ય સમજીને જ કરવું,બહાદુરી નિયમ તોડવામાં નહીં પરંતુ નિયમ પાળવામાં છેશરીરની સુંદરતાની સાથે સ્વસ્થતા માટે વ્યસનોનો ત્યાગ અને કસરત-યોગાસનો જેવી સુટેવ અપનાવવીએ. વ્યસન છોડીએ, શુધ્ધ અને સાદો ખોરાક લઈએ, કસરત અને પ્રાણાયામ કરીએ, આપણે સ્વસ્થ રહી અને આપણા પરિવારને સ્વસ્થ રાખીએ.

04C

પરિવારમાં અને મિત્રો સાથે સંબંધો સારા રાખવા જેથી દુ:ખના સમયે એ જ કામ લાગશે.દુશ્મન જીતવા કરતા પોતાની ઈચ્છા પર વિજય મેળવનાર અધિક હોય છે. જયારે એમ લાગે કે મારી પાસે ગાડી નથી, ધંધો ઓછો ચાલે છે. ત્યારે મજૂર અને ગરીબ વર્ગનો વિચાર કરવો કે જેને એક ટાઇમ ખાવાની પણ ચિંતા હોય છે તો આપણને તો રોટલા-પાણી મળે છે ને એમ સંતોષ માની સંયમ રાખી સુખી રહેવું.અત્યારના વિકટ સંજોગોમાં પરિવારના તમામ સભ્યોએ પોતાની આર્થિક પરિસ્થિતિ સમજીને મોજ શોખ ઓછા કરવા જોઈએ, બીજાને મદદ કે સેવા કરવાથી તમને જ અપાર લાભ થાય છે. પોતા માટે કરેલું ભુલાઈ જશે પણ બીજા માટે કરેલ કાયમ યાદ રહેશે અને આનંદ આપશે.

તન, મન, ધનથી થાય એટલી સેવા કરો. કાંઈ ન થાય તો જરૂરિયાતમંદ માટે પ્રાર્થના ચોક્કસ કરીએ.ઘણા લોકો તમારા પરિશ્રમની ટીકા કરે તો પણ શૂરવીરતા રાખી શ્રમ કરી જીવનમાં ઉચ્ચ સિધ્ધિઓ હાંસલ કરી શકાય છે. કોરોના કાળમાં અભ્યાસ, નોકરી, ધંધામાં કે પરિવારમાં અનેક પ્રશ્નો, સમસ્યાઓ આવી હશે પણ તેમાં હિંમત હાર્યા વિના શૂરવીરતાથી શ્રમ કરી સામનો કરવાનો છે. કોરોનાના અસલામતીના માહોલમાં ભગવાનમાં અતૂટ શ્રદ્ધા સત્સંગના બળથી વિષમ સંજોગોમાં સ્થિર રહી શકાય છે. રોગની સાથે દુ:ખ પ્રતિકારક શક્તિ વધારવા સદવાંચન, રટણ, સ્મરણ, કથા શ્રવણ, દર્શન, સંત સમાગમ કરીએ. ધીરજ રાખી આ સમય સહન કરીશું તો સારા દિવસો આવશે જ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.