Abtak Media Google News

સંઘ પ્રદેશ દાદરા અને નગર હવેલીના મહિલા અને બાળ વિકાસ વિભાગના સચિવ અને દા.ન.હ.ના કલેકટર કન્નન ગોપીનાથન અને મહિલા અને બાળ વિકાસ વિભાગના ઉપસચિવ નિલેશ ગુરવના માર્ગદર્શન હેઠળ મહિલા શકિત કેન્દ્રમાં મહિલા કલ્યાણ અધિકારી તરીકે ફરજ બજાવતા કુ.મીનાબેન ચંદારાણા એયુનાઈટેડ નેશન્સ અનુદાનિત અને પ્રજ્ઞા (એનજીઓ), નવી દિલ્હી આયોજીત વંશીય લઘુમતી સમુદાયોની મહિલાઓ સામે થતી હિંસાના પ્રાથમિક નિવારણનાં અભ્યાસ અંગેના વિષય પર થયેલ વર્કશોપમાં દાદરાનગર હવેલીની અનુસુચિત જનજાતિની મહિલાઓની સમસ્યાઓ અંગે ચર્ચા કરેલ અને પુરુષોના દારૂના વ્યસનથી મહિલાઓને થતી સમસ્યાઓ અંગે પ્રેઝટેશન આપેલ હતું. જેના ઉકેલ માટે પ્રજ્ઞા દ્વારા તૈયાર કરાયેલ મોડેલ અંગે ચર્ચા થયેલ હતી પરંતુ એ મોડેલમાં વધુ બે રણનીતિ ઉમેરવાનો સુઝાવ મહિલા શકિત કેન્દ્ર, દાનહ દ્વારા આપવામાં આવેલ જે તેમને યોગ્ય જણાયેલ અને એ સુઝાવોને તેમના રિપોર્ટમાં ઉમેરવાની ચર્ચા થયેલ હતી. પ્રજ્ઞા દ્વારા દા.ન.હ.ની કામગીરી અને તત્પર ઓફિસરો અંગે પ્રશંસા કરાયેલ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.