Abtak Media Google News

Table of Contents

૪૯ વિદ્યાર્થીઓએ ૯૯ થી વધુ પીઆર પ્રાપ્ત કર્યાષ ‘ભાર વગરનું ભણતર’ને સાર્થક કરી શાળાએ ઉતમ ઉદાહરણ પૂ‚ પાડયું

ગુજરાત રાજય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજરોજ માર્ચ ૨૦૧૯નાં જાહેર થયેલ ધો. ૧૦ના પરિણામમાં રાજકોટ શહેરની સર્વોદય સ્કુલે શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત કર્યું છે. આજે જાહેર થયેલા પરિણામમાં સર્વોદય સ્કુલનું પરિણામ ૯૮.૬૫% જાહેર થયું હતુ ૭.૭ વિદ્યાર્થીઓએ ૯૯.૯૯ પીઆર સાથે બોર્ડમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યુ. તેમજ ૧૬-૧૬વિદ્યાર્થીઓએ બોર્ડ ટોપ ૧૦માં સ્થાન પ્રાપ્ત કર્યુ ૯૯ થી વધુ પીઆર મેળવવામાં રેકોર્ડ બ્રેક ૪૯ વિદ્યાર્થીઓ સફળ રહ્યા છે.જેમાં ૩૫ વિદ્યાર્થીઓએ એ.૧ ગ્રેડ અને ૮૯ વિદ્યાર્થીઓએ એ.૨ ગ્રેડ પ્રાપ્ત કરેલ છે.બોર્ડ દ્વારા આજે જાહેર થયેલા ધો.૧૦ના પરિણામમાં સર્વોદય સ્કુલે ફરી શ્રેષ્ઠ સફળતા પ્રાપ્ત કરી છે.

સર્વોદય સ્કુલમાંથી પટેલ ક્રિશી, નસીત હેલી, સુરેજા ઋષીકુમાર, પોકર નિધી, ભાડેશીયા સાહિલ, ડિ કેવીન, કાલાવડિયા એકતા આ ૭-૭ વિદ્યાર્થીઓ ૯૯.૯૯ પીઆર સાથે બોર્ડમાં પ્રથમ સ્થાન મેળવ્યું તથા રાઠોડ તન્વી અને દુમાદિયા હાર્દિક ૯૯.૯૮ પીઆર સાથે બોર્ડમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું રૂપાપરા જાનવી ૯૯.૯૬ પીઆર સાથે બોર્ડમાં ચોથા ક્રમ, ભટ્ટ મૌલીક અને રૂપારેલીયા અભીએ ૯૯.૯૪ પીઆર સાથે બોર્ડમાં છઠ્ઠો ક્રમ, દોમડિયા વાસુ અને સાવલીયા આયુષે ૯૯.૭૩ પીઆર સાથે બોર્ડમાં સાતમો ક્રમ અને દાવડા રૂચી અને ગજજર જેનીલે ૯૯.૯૦ પીઆર સાથે બોર્ડમાં દસમો ક્રમે રહીને બોર્ડ ટોપ ટેનમાં ૧૬ વિદ્યાર્થીએ સ્થાન પ્રાપ્ત કરેલ છે.

શાળાના ઝળહળતા પરિણામ બદલ સ્કુલનાં સંસ્થાપક ભરતભાઈ ગાજીપરા, આચાર્યા શ્રીમતી ગીતાબેન ગાજીપરા, ટ્રસ્ટી ગૌરવભાઈ પટેલ તમામ વિદ્યાર્થીઓ, ધો.૧૦નાં વિભાગીય વડા પુલકીતભાઈ પટેલ, ચેતનાબેન ભિમાણી અને સમગ્ર સ્ટાફને અભિનંદન પાઠવ્યા હતા.

સમાજ સેવા માટે ભવિષ્યમાં ડોકટર બનીશ: પટેલ ક્રિર્શી

Vlcsnap 2019 05 21 11H38M32S891

બોર્ડમાં પ્રથમ નંબરે રહી ૯૯.૯૯ પીઆર મેળવનાર પટેલ ક્રિશીને આગળ ભણી આદર્શ ડોકટર બનવાની ખ્વાહીશ છે. ક્રિસી કહ્યું કે ૯૯+ પીઆરના ટાર્ગેટ સાથે જ તૈયારી કરી હતી. સ્કુલમાં અમલી વર્કશીટબંચથી ખૂબજ ફાયદો થયો હતો. ક્રિશી કહ્યું કે વર્કશીટબંચમાં ચેપ્ટરવાઈઝ સંપૂર્ણ પાઠય પુસ્તકનો સાર આવી જતોહોય તૈયારી કરવી સરળ રહી તથા શાળામાં વિકલી ટેસ્ટ, યુનિટ ટેસ્ટ તેમજ પેપર પ્રેકટીસ રાઉન્ડ ખૂબજ ઉપયોગી બનેલ છે. ક્રિશી કહે છે કે માત્ર અભ્યાસમાં રચ્યા પચ્યા રહેવાથી એકાગ્રતા તુટી જાય છે. આ માટે મે ફ્રેશ થવા માટે મારા તમામ શોખને જાળવી રાખ્યા હતા.

સખત પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી: સુરેજા ઋષીકુમાર

Vlcsnap 2019 05 21 11H36M11S291

બોર્ડમાં પ્રથમ નંબરે રહી ૯૯.૯૯ પીઆર મેળવનાર સુરેજા ઋષીકુમારને આગળ ભણી કમ્પ્યુટર એન્જીનીયર બનવું છે. ઋષીકુમારે કહ્યું કે ૯૯+ પીઆરના ટાર્ગેટ સાથે જ તૈયારી કરી હતી. ઋષીકુમાર કહે છે કે, શરૂઆતથી જ સ્કુલ ઉપરાંત દરરોજની પાંચથી છ કલાકની મહેનત કરી હતી. છેલ્લા દિવસોમા દરરોજની ૮ થી ૧૦ કલાકની મહેનતનું આ પરિણામ છે. પાઠયપુસ્તકની સાથો સાથ સ્કુલમાંથી અપાતી વર્કશીટનાં કારણે ખૂબજ ફાયદો થયો છે. ઋષીકુમાર કહે છે કે, ભણવાની સાથેસાથે દરરોજ ન્યુઝ પેપર વાચવાનો શોખ પણ જાળવી રાખ્યો હતો.

સ્વપ્ન સાકાર કરવા ડોકટર બનીશ: નસીત હેલી

Vlcsnap 2019 05 21 11H37M48S452

બોર્ડમાં પ્રથમ નંબરે રહી ૯૯.૯૯ પીઆર મેળવનાર નસીત હેલીને આગળ ભણી આદર્શ ડોકટર બનવાની ઈચ્છા છે. હેલીએ કહ્યું કે ૯૯+ પીઆરના ટાર્ગેટ સાથે જ તૈયારી કરી હતી. સ્કુલમાં એકસ્ટ્રા કલાસનો ખૂબજ ફાયદો થયો હતો. હલે કહે છેકે, આયોજન બદલ મહેનત તથા શિક્ષકોના સતત માર્ગદર્શનથી આ સફળતા પ્રાપ્ત કરી છે. મારા માતા પિતાને પણ સર્વોદય શાળા પર સંપૂર્ણ વિશ્વાસ છે કે શાળા શિક્ષણની સાથે સાથે અમારા શ્રેષ્ઠ ચારિત્ર્ય ઘડતરમાં પણ સહભાગી બનશે. ડોકટર બનવાના ટાર્ગેટ સાથે જ ધો. ૧૦ થી જ તૈયારી કરી લીધી હતી. તથા સ્કુલ અને પરિવારના સહયોગથી ૯૯+પીઆર મળવાનો વિશ્વાસ હતો. તેમજ ફેશ થવા માટે હું કોમેડી સીરીયલ પણ જોઈ લેતી હતી.

ભારતીય અર્થ વ્યવસ્થામાં મદદરૂપ થવા સી.એ. બનવું છે: પોકર નીધીVlcsnap 2019 05 21 11H38M15S311

બોર્ડમાં પ્રથમ નંબરે રહી ૯૯.૯૯પીઆર મેળવનાર પોકર નીધી ને આગળ ભણી સી.એ. બનવું છે. નીધીએ કહ્યું કે શરૂઆતથી આત્મ વિશ્વાસ સાથે તૈયારી કરી હતી. નીધી કહે છે કે, મને જે સફળતા મળી છે તેનો શ્રેય શાળા પરિવાર અને મારા પરિવારને આભારી છે.દ્દઢ સંકલ્પ કરી અને પહેલેથી જ પોતાનો ધ્યેય નકકી કરીને મહેનત કરવામા આવે તો આવી સફળતા મેળવી શકાય છે. સર્વોદય સ્કુલના પેપર રાઉન્ડ ખૂબજ ઉપયોગી બન્યા છે.

ત્રાડા કેવીનને ડોકટર બનવું છે

Vlcsnap 2019 05 21 11H36M31S095

બોર્ડમાં પ્રથમ નંબરે રહી ૯૯.૯૯ પીઆર મેળવનાર ત્રાડા કેવીનને આગળ ભણી આદર્શ ડોકટર બનવાનું સ્વપ્ન છે. કેવીને કહ્યું કે ૯૯+ પીઆરના ટાર્ગેટ સાથે જ તૈયારી કરી હતી. સ્કુલમાં અમલી વર્કશીટબંચથી ખૂબજ ફાયદો થયો હતો. કેવીને કહ્યું કે, વર્કશીટબંચમાં ચેપ્ટરવાઈઝ સંપૂર્ણ પાઠય પુસ્તકનો સાર આવી જતો હોય તૈયારી કરવી સરળ રહી તથા શાળામાં વિકલી ટેસ્ટ, યુનિટ ટેસ્ટ તેમજ પેપર પ્રેકટીસ રાઉન્ડ ખૂબ જ ઉપયોગી બનેલ છે. મેં કલાસવર્કને ખૂબ જ મહત્વ આપ્યું હતુ.

ભવિષ્યમાં ઇજનેરી ફિલ્ડમાં જઇ એન્જિનિયર બનવાની ઇચ્છા છે: કાલાવાડીયા એકતા

Vlcsnap 2019 05 21 11H37M37S575

બોર્ડમાં પ્રથમ નંબરે રહી ૯૯.૯૯ પીઆર મેળવનાર કાલાવાડીયા એકતાને આગળ ભણી એન્જીનીયર બનવું છે. એકતાએ કહ્યું કે ૯૯+ પીઆરના ટાર્ગેટ સાથે જ તૈયારી કરી હતી. એકતા કહે છે કે, આયોજન બધ્ધ મહેનત તથા શિક્ષકોના સતત માર્ગદર્શનથી આ સફળતા પ્રાપ્ત કરી છે. એન્જીનીયર બનવાના ટાર્ગેટ સાથે જ ધો.૧૦ થી જ તૈયારી કરી લીધી હતી. તથા સ્કુલ અને પરિવારના સહયોગથી ૯૯+ પીઆર મળવાનો વિશ્વાસ હતો. સાથે સાથે મે મારા ડ્રોઈંગના શોખને પણ કાયમી જાળવી રાખ્યો હતો.

ભાડેશીયા સાહીલને કમ્પ્યુટર એન્જીનીયર બનવું છે

Vlcsnap 2019 05 21 11H36M20S573

બોર્ડમાં પ્રથમ નંબરે રહી ૯૯.૯૯ પીઆર મેળવનાર ભાડેશીયા સાહિલને આગળ ભણી કમ્પ્યુટર એન્જીનીયર બનવું છે. ભાડેશીયા સાહિલે કહ્યું કે ૯૯+ પીઆરના ટાર્ગેટ સાથે જ તૈયારી કરી હતી. સાહીલ કહે છે કે,મારી સફળતામાં ટાઈમ ટેબલ અનુસારની મહેનત, શિક્ષકોનું માર્ગદર્શન અને માતા પિતાનો સંપૂર્ણ સહકાર ખૂબ રહેલો છે. સર્વોદય સ્કુલમાં હંમેશા દરેક વિષય ઉંડા અને તલસ્પર્શી જ્ઞાન સાથે ભણાવવામાં આવે છે. તેમજ સાથે સાથે જીવન ઘડતર માટેના પણ શ્રેષ્ઠ પ્રયાસો થાય છે.તેથી જ આ સફળતા પ્રાપ્ત કરી છે. તેમજ મેં મારા ક્રિકેટના શોખને પણ જાળવી રાખ્યો હતો.

પારીવારીક ભાવનાથી શાળા આર્થિક રીતે મદદરૂપ બનીએ મજુરી કામ કરતા પરિવારના પુત્રએ મેળવી શ્રેષ્ઠ સીધ્ધી

Andani Kevin

બોર્ડમાં ૯૯.૮૭ પીઆર પ્રાપ્ત કરી અણદાણી કેવીને પોતાના પરિવાર તથા શાળા પરિવારને ગૌરવ અપાવ્યું છે. નબળા વર્ગનાં પરિવારમાંથી આવતા કેવીને શાળામાંથી આર્થિક મદદ મળી ત્યારથી જ શ્રેષ્ઠ પરિણામ મળવાનું નકકી કર્યું હતુ અને આજે તેણે એ સ્વપ્નને સાકાર કર્યું છે. કેવિન કહે છે કે આજે મને જે સફળતા મળી છે. એ માટે હું સર્વોદય શાળા પરિવારની કાયમી આભારી રહીશ અને ભવિષ્યમાં હું એન્જીનીયર બનીશ તો પણ હું સર્વોદય શાળા પરિવારનો ઋણી રહીશ.

માતા પિતા અને શિક્ષકોની મદદથી શ્રેષ્ઠ પરિણામ મેળવ્યું: રાબડીયા શિવાની

Rabadiya Shivani

બોર્ડમાં ૯૯.૮૮ પીઆર પ્રાપ્ત કરી રાબડીયા શિવાનીએ પોતાના પરિવાર તથા શાળા પરિવારનું ગૌરવ આપાવ્યૂ છે.નબળા વર્ગના પરિવરમાથી આવતી દીકરી શિવાની શાળામાથી આર્થિક મદદ મળી ત્યારથી જ શ્રેષ્ઠ પરિણામ મેળવ્વાણું નક્કી કર્યું હતું અને આજે તેણે એ સ્વપનું સાકર કર્યું છે શિવાની કહે છે.કે આજે મને સફળતા મળી છે એ માટે હું સર્વોદય શાળા પરિવારની કાયમી આભારી રહીશ અને ભવિષ્યમાં હું સરકારી ઓફિસર બનીશ તોપણ હું સર્વોદય શાળા પરિવારની આભારી રહીશ.

વિદ્યાર્થીઓએ પોતાની મહેનતથી સિધ્ધી હાંસલ કરી: ગૌરવભાઈ પટેલ

Vlcsnap 2019 05 21 11H46M29S491

સર્વોદય સ્કુલના ટ્રસ્ટી ગૌરવભાઈ પટેલએ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતુ કે તેમની સ્કુલ ધો. ૧૦નું પરિણામ ૯૮.૬૫% આવેલ છે. ૭ વિદ્યાર્થી બોર્ડ પ્રથમ ક્રમાકે આવેલ છે. ૧૬ વિદ્યાર્થી ટોપટેનમાં આવેલ છે. સાથે જ વિદ્યાર્થીઓની સારી મહેનત અને તેમના ઘરનાઓના સપોર્ટથી આ સિધ્ધિ પ્રાપ્ત કરેલ છે. અને તેમની સ્કુલનું ખૂબજ ઝળહળતું પરિણામ આવેલ છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.