Abtak Media Google News

પરપ્રાંતની પાંચ રૂપલલના પાસે લોહીનો વેપાર કરાવી સ્પાની મેનેજર મહિલા રૂ.2500 વસુલ કરતી

સ્પામાં ત્રણ રંગીની મિજાજી ગ્રાહકને પોલીસે ઠપકો દઇ જવા દિધા: સ્પાના માલિક ઝડપાયા બાદ બિલ્ડીંગ ભાડે આપનાર સામે કાર્યવાહી થશે

શહેરના કાલાવાડ રોડ પર કે.કે.વી. ચોકમાં સ્પા હાઉસમાં સ્પાની આડમાં મહિલા સંચાલિત કૂંટણખાનું ચલાવતી હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડી રુપ લલના પાસે લોહીનો વેપાર કરાવતી સ્પાની મહિલા મેનેજરની ધરપકડ કરી છે. સ્પામાં પાંચ રુપજીવીની પાસે દેહના સોદા કરાવી કૂંટણખાનું ચાલતુ હોવાની બહાર આવ્યું છે. પોલીસના દરોડા દરમિયાન આવેલા રંગીન મિજાજી ત્રણ ગ્રાહકોને પોલીસે ઠપકો દઇ જવા દીધા હતા પાંચેય પરપ્રાંતિય રુપલલાને સાહેદ બનાવી નિવેદન નોંધી મુકત કરવામાં આવી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મુળ માળીયા મિયાણા ગામની વતની અને રાજકોટમાં ઘંટેશ્ર્વર  એસઆરપી કેમ્પ સામે રત્નમપ્રાઇઝમ ફલેટ નંબર 302માં  રહેતી જાગૃતિ દિપક જોષી નામની 23 વર્ષની યુવતી કે.કે.વી.ચોકમાં આવેલા શાંતિનિકેતન કોમ્પ્લેક્ષના ત્રીજા માળે સ્પા હાઉસમાં મેનેજર તરીકે નોકરી દરમિયાન પરપ્રાંતિય રુપલલનાને આશરો આપી તેની પાસે રંગીન મિજાજી ગ્રાહકો પાસે દેહના સોદા કરાવતી હોવાનું હોવાની બાતમીના આધારે એન્ટી હૃુમન ટ્રાફિકીંગ યુનિટના પી.આઇ. એન.આઇ.રાઠોડ, એએસઆઇ બાદલભાઇ દવે, હરપાલસિંહ ઝાલા, બકુલભાઇ વાઘેલા, મહંમદ આરિફ અંસારી અને મહિલા કોન્સ્ટેબલ કાજલબેન વઘેરા સહિતના સ્ટાફે ડમી ગ્રાહક મોકલી દરોડો પાડયો હતો.સ્પાના રુમ નંબર 6માં ડમી ગ્રાહક અને રુપલલના ડોલમા ગોરખા કઢંગી હાલતમાં મળી આવ્યા હતા. રુપજીવીની ડોલમા ગોરખાની પૂછપરછ દરમિયાન સ્પાના મેનેજર જાગૃતિબેન જોષી  રંગીન મિજાજી ગ્રાહકો પાસેથી દેહના સોદા કરાવી રુા.2500 વસુલ કરી પોતાને રુા.1000 આપતી હોવાની કબુલાત આપી હતી.

સ્પા હાઉસમાં લોહીનો વેપાર કરવા માટે આસામની ડોલમા જંગુ ગોરખા, મુળ દક્ષિણ દિલ્હીની વતની અને કિડવાઇનગરમાં ભાડાના મકાનમાં રહેતી ચેતના મુકેશ પાસવાન, કોઠારિયા રોડ પ્રમુખ સોસાયટીમાં ભાડે રહેતી ધોરાજીની પ્રેરણા પ્રેમ સુબ્બા, સાઉથ દિલ્હીની વતની અને સ્પામાં જ રહેતી લાકપા ચંદ્રવીર સિંગ નામની રુપલલાને આશરો આપી જાગૃતિ જોષી લોહીનો વેપાર કરાવતી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.પોલીસે સ્પાના ટેબલના ખાનામાંથી રુા.17 હજાર રોકડા અને બે મોબાઇલ મળી રુા.30 હજારનો મુદામાલ કબ્જે  કર્યો છે.

સ્પા હાઉસમાં આવેલા રંગીન મિજાજી કોટેચા ચોકમાં રહેતા રહેતા કેવીન મુકેશ ભાલાણી, મોટા મવા માસુમ સ્કૂલ પાસે રહેતા અભિષેક સંજય પોપટ, સોમનાથ સોસાયટીમાં રહેતા કેવલ મુકેશ કનોજીયા સ્પામાં મળી આવતા તેની પોલીસ દ્વારા કરાયેલી પૂછપરછમાં તેઓ મસાજ કરાવવા આવ્યા હોવાનું જણાવ્યું હતું. જ્યારે ભગતસિંહ ગાર્ડન પાસે રહેતા સંતોષ ભીમસીંગ સોની અને પરસાણાનગરના સંજય ધનજી વાઘેલા મળી આવતા તેની પૂછપરછ કરતા તેઓ સ્પામાં સફાઇનું કામ કરતા હોવાનું જણાવ્યું હતું. સ્પામાં જાગૃતિ જોષી મેનેજર તરીકે નોકરી કરે છે. સ્પાના માલિક અને તેને બિલ્ડીંગ ભાડે આપરનાર ઝડપાયા બાદ કેટલા સમયથી સ્પાના ઓઠા તળે કૂંટણખાનું ચાલી રહ્યું છે તે અંગેની વિગતો બહાર આવે તેમ હોવાનું પોલીસસુત્રો જણાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.