Abtak Media Google News
  • વિજ્ઞાનયાત્રાના સાતમાં દિવસે ડેવલોપમેન્ટ ઓફ એડવાન્સિ ન્યુકિલયર મટિરીયલ્સની અણુભઠ્ઠીમાં અનન્ય ઉપયોગીતા સમજાવતા જેએનયુના પ્રો.પવન કુલરિયા

ગુજરાત વિજ્ઞાન સંમેલન  અંતર્ગત યોજાયેલ નવ દિવસીય ઓનલાઈન પરિસંવાદની શૃંખલા વિજ્ઞાન યાત્રા”નો દિનાંક 13/03/2024નાં રોજ સાતમો દિવસ હતો. વિજ્ઞાન યાત્રાના સાતમા દિવસે ભૌતિકશાસ્ત્ર ભવન, ભોપાલનાં પ્રોફેસર પ્રો. ધનવીરસિંહ જોએનય રાણા તથા સ્કૂલ ઓફ ફિઝિકલ સાયન્સીસ, જેએનયુ, નવી દિલ્લીનાં પ્રોફેસર પ્રો. પવનકુમાર કુલારિયાનાં વ્યાખ્યાનોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરિસંવાદમાં દેશભરમાંથી સંશોધકો, વિધ્યાર્થીઓ અને અનેક વિજ્ઞાન ચાહકો વર્ચ્યુઅલી જોડાયા હતાં.

વિજ્ઞાનની આ વ્યાખ્યાન શૃંખલનું પ્રથમ વ્યાખ્યાન પ્રો. ધનવીરસિંહ રાણા દ્વારા લેવામાં આવ્યું હતું, જેઓ હાલમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ, એજ્યુકેશન એન્ડ રિસર્ચ  ; ભોપાલમાં પ્રોફેસર છે, જ્યાં તેઓ 2009માં ફેકલ્ટી તરીકે જોડાયા હતા. તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં ભૂતપૂર્વ વિદ્યાર્થી છે, તેમણે માસ્ટર ઑફ સાયન્સ અને પીએચડીનો અભ્યાસ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી 27 આઈએફઆર ખાતેથી ભૌતિકશાસ્ત્ર વિષયમાં કરેલ છે; ત્યારબાદ તેઓ ટીઆઈએફઆર મુંબઈ ખાતે પોસ્ટડોક્ટરલ ફેલો અને જાપાનની ઓસાકા યુનિવર્સિટી ખાતેની ટોનોઉચી લેબમાં  પોસ્ટડોક્ટરલ ફેલો  હતાં.

તેઓએ વર્ષ 2011માં  યંગ સાયન્ટિસ્ટ એવોર્ડ મેળવેલ છે. તેમની સંશોધન રૂચિઓ    સ્પેક્ટ્રોસ્કોપી અને ઇમર્જન્ટ ક્વોન્ટમ મેટર, એન્ટિફેરોમેગ્નેટિક હિપેન્ટોનિક્સ, ટ્રાન્સપોર્ટ અને મેગ્નેટિઝમ ઓફ કોમ્પ્લેક્સ ટ્રાન્ઝિશન મેટલ ઓક્સાઇડ થીન ફિલ્મ હેટરોસ્ટકચર્સ, ટોપોલોજીકલ સિસ્ટમ્સ વગેરેમાં છે. પ્રો. ધનવીરસિંહ એ ’ટેરાહર્ટઝ સાયન્સ એન્ડ ટેકનોલોજી’ વિષય પર ખૂબ જ રસપ્રદ અને જ્ઞાનસભર માર્ગદર્શન વિધ્યાર્થીઓ, સંશોધકો તથા વિજ્ઞાન ચાહકોને આપ્યું હતું. ટેરાહર્ટઝ એટલે ઇલેક્ટ્રોમેગ્નેટિક તરંગોની ટ્રિલિયન સાઇકલ પર સેક્ધડ, તેને ઇલેક્ટ્રોમેગ્નેટિક તરંગોનાં સ્પેક્ટ્રમમાં ઘણીવાર ઇન્ફ્રા રેડ કિરણોના સબસેટમાં ગણવામાં આવે છે.

આ પ્રકારના ઇલેક્ટ્રોમેગ્નેટિક તરંગો એ સહેલાઈથી અપારદર્શક મટિરિયલમાં પણ સહેલાઈથી પસાર થઈ શકે છે અને પછી ટેરાહર્ટઝ સ્પેક્ટરોસ્કોપીની મદદથી ઇમેજ રચે છે. આ ટેકનોલોજી એ નવી વિકસતી ટેક્નોલોજીઓમાંની એક છે. જેનો ઉપયોગ ટેરાહર્ટઝ ઇમેજિંગ, કમ્યુનિકેશનમાં હાઈ ડેટા રેટ મેડવવા, મેડિકલ ક્ષેત્રો વગેરેમાં થાય છે.ત્યારપછીનું બીજું વ્યાખ્યાન પ્રી. પવનકુમાર કુલરીયા દ્વારા લેવામાં આવ્યું હતું. હાલમાં સ્કૂલ ઓફ ફિઝિકલ સાયન્સમાં ભૌતિક વિજ્ઞાનના પ્રોફેસર અને એડવાન્સ્ડ ઇન્સ્ટ્રુમેન્ટેશન રિસર્ચ ફેસિલિટી  ના એસોસિયેટ ડિરેક્ટર, જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી   નવી દિલ્લીમાં સેવા આપે છે. જેએનયુમાં તેમના કાર્યકાળ પહેલા, તેમણે 17 વર્ષ મટિરિયલ્સ સાયન્સ ગ્રુપ, ઇન્ટર- યુનિવર્સિટી એક્સિલરેટર સેન્ટર  : નવી દિલ્લીમાં વૈજ્ઞાનિક તરીકે ગાળ્યા હતા. તેમણે મોઝરબેર ઈન્ડિયા લિમિટેડમાં એન્જિનિયર તરીકે પણ કામ કર્યું હતું. તેમને ઞ.જ. ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટ દ્વારા ફુલબાઈટ નહેરુ પોસ્ટડોકટરલ ફેલોશિપથી સમ્માનિત કરવામાં આવ્યા હતાં. તેમણે 160 પણ વધુ સંશોધન પત્રો બહાર પાડેલ છે. તેઓ ઉર્જા માટેના નેનો મટીરિયલ્સ, એડવાન્સ સિરામિક, હાઈ એન્ટ્રોપી મિશ્રધાતુઓ અને તેમના કર્યો જેવાં વિષયો પર સંશોધન રુચિ ધરાવે છે.

’ડેવલોપમેન્ટ ઓફ એડવાન્સ ન્યુકિલયર મટીરિયલ્સ ઇન એક્સટ્રીમ એનવાયરમેન્ટ’ વિષય પર પ્રો. ફુલરીયાએ ઊંડાણપર્વકની સમજૂતી ખૂબ જ રસપ્રદ રીતે આપી હતી. એક્સટ્રીમ એનવાયરમેન્ટ સમગ્ર પૃથ્વી પર જોવા મળે છે. તે એવા સ્થાનો છે જ્યાં મનુષ્યો ટકી શકશે નહીં -ઉદાહરણ તરીકે, ખૂબ ઊંચા તાપમાન અથવા દબાણવાળા વાતાવરણ. તેમણે વિવિધ ન્યૂક્લિયર મટીરિયલ્સ કે જે ન્યુક્લિયર રેએક્ટરમાં વપરાય છે, ન્યુક્લિયર એનર્જિ, ન્યુલકીયર રેએક્ટરની અંદરનું    વાતાવરણ, તાપમાન કેવું અને કેટલું હોય, હાઈ એનટ્રોપી મિશ્રધાતુઓ તથા તેની પ્રોપર્ટીસ, લો એનર્જિ આયન ઇરરેડીશન એક્સપેરિમેંટ વગેરે વિષયોની માહિતી આપી.

જ્ઞાનરૂપી ગંગા ‘વિજ્ઞાન યાત્રા’ના સાતમા દિવસે વિશેષ અતિથિ તરીકે પ્રો. રૂપેશ વસાણી, નિવૃત પ્રોફેસર અને ડાઇરેક્ટર, સાલ એજ્યુકેશન, અમદાવાદ તેમજ પ્રો. કિશોરકુમાર જી. મારડીયા, પ્રિન્સિપાલ, ગવર્નમેંટ એન્જિનિયરીંગ કોલેજ, રાજકોટની ઉપસ્થિતિ રહી હતી. સેશનચેર એક્સપર્ટ તરીકે ડો. દેવીત ધ્રુવ, આસિસ્ટન્ટ પ્રોફેસર, ભૌતિક શાસ્ત્ર ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ દ્વારા કરવામાં આવ્યું હતું . આ ઉપરાંત ભૌતિકશાસ્ત્ર ભવનના અધ્યક્ષ અને વિજ્ઞાન ગુર્જરી, રાજકોટ એકમના અધ્યક્ષ પ્રો. નિકેશ શાહ, વિજ્ઞાન ગુર્જરી, રાજકોટ એકમના સેક્રેટરી પ્રો. પી. એન. જોશી તેમજ વિજ્ઞાન યાત્રાના કોઓડીનેટર ડો. મેઘા વાગડિયા, ડો. પીયૂષ સોલંકી તેમજ ડો. દેવીત ધ્રુવ ઉપસ્થિત રહ્યા હતાં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.