Abtak Media Google News

ઓફરમાં પ્રાઈસ બેંડ રૂ. 3,112-3276નું રાખવામાં આવી હતી

દેશનો મેગા અદાણી એન્ટરપ્રાઈઝનો રૂ. 20000 કરોડનો એફપીઓ અંતે ફુલ્લી સબ્સ્ક્રાઈબ્ડ થયો છે. 4.30 વાગ્યા સુધીમાં અદાણી એન્ટરપ્રાઈઝનો એફપીઓ કુલ 1.12 ગણો ભરાયો હતો. એનઆઈઆઈ અને ક્યુઆઈબીના સથવારે એફપીઓ સફળ થયો છે. રિટેલ પોર્શન હજી માંડ 12 ટકા જ ભરાયું છે. ક્યુઆઈબી પોર્શન 1.26 ગણો ભરાયો હતો. જ્યારે એનઆઈઆઈ 3.32 ગણો ભરણા સાથે કુલ 1.12 ગણો સબ્સ્ક્રાઈબ્ડ થયો છે. રિટેલમાં 12 ટકા અરજી જોવા મળી હતી. એફપીઓના શેર્સની ફ્લોર પ્રાઇસ રૂ. 3112 અને દરેક કેટેગરીના રોકાણકારો માટે ઓફર રૂ. 3276 નક્કી કરવામાં આવી છે.

એટલું જ નહીં રિટેલ રોકાણકારોની સાથે કર્મચારીઓ સહિત અનેક સંસ્થાએ અદાણીનો એફપીઓ 112 ટકા સુધી પહોંચાડ્યો છે. એફ્પીઓમાં રિટેલ હિસ્સાનું ભરણું માત્ર 12 ટકા જ ભરાયું હતું. જોકે ક્વોલિફઈડ ઇન્સ્ટિટયૂશનલ ઈન્વેસ્ટર્સ તરફથી ઊંચી માગ જોવા મળી હતી. ક્વિબ હિસ્સામાં 1.28 કરોડ શેર્સ સામે 1.61 કરોડ શેર્સની માગ રહી હતી. જે 1.26 ગણો છલકાયો હતો. નોન-ઈન્સ્ટિટયૂશનલ ઈન્વેસ્ટર્સ તરફથી સૌથી સારો પ્રતિસાદ જોવા મળ્યો હતો અને તેમનો હિસ્સો 332 ટકા ઓવરસબસ્ક્રિપ્શન સૂચવતો હતો.

એનઆઈઆઈ તરફથી 3.193 કરોડ શેર્સ માટે અરજી કરવામાં આવી હતી. જ્યારે તેમને માટે માત્ર 96 લાખ શેર્સ રિઝર્વ્ડ રાખવામાં આવ્યાં છે. અદાણીના એફપીઓમાં  હાઈ નેટવર્ક ધરાવતા સ્થાનિક લોકોએ 332 ટકા વ્યક્તિઓને સબસ્ક્રાઇબ કર્યો હતો અને 3.2 કરોડ શેર ઉપર બીડ કરી હતી. એ કહી શકાય કે હીન્ડનબર્ગનું જે રિપોર્ટ આવ્યો હતો તેનાથી અદાણીના શેરને ઘણી નુકશાની પહોંચી હતી પરંતુ સ્થાનિક લોકોનો ભરોસો અને જે રિટેલ રોકાણકારો છે તેનો કંપની પરનો ભરોસો યથાવત રહેતા એફિઓ 112% ભરાયો છે અને અદાણીના શેરોમાં ઉછાળો પણ આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.