ભારેખમ શરીર સરફરાઝને ટેસ્ટમાં આવતા રોકી રહ્યું છે?

સરફરાઝે ઘરેલૂ ક્રિકેટમાં 79.65ની એવરેજથી 3505 રન બનાવ્યા છે,ડોમેસ્ટિક ક્રિકેટમાં શ્રેષ્ઠ પ્રદર્શન છતાં પસંદગીકારોને ભરોસો નથી?

ડોમેસ્ટિક ક્રિકેટમાં છેલ્લાં ત્રણ સિઝનથી લાજવાબ પ્રદર્શન કરી રહેલા સરફરાજ ખાનને ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ ટીમમાં જગ્યા ના મળતા ક્રિકેટ પ્રેમીઓથી લઇને નિષ્ણાંતો નારાજ છે. રણજી ટ્રોફીમાં સૌથી શ્રેષ્ઠ રમત બતાવનાર સરફરાઝ ટેસ્ટમાં ટિમ ઇન્ડિયાથી ભારે ખમ શરીરના લીધે દૂર છે? અન્ય દેશોમાં ઘરેલુ ક્રિકેટમાં શ્રેષ્ઠ રમત બતાવનાર ખેલાડીઓની ટીમમાં પસંદગી કરવામાં આવતી હોય છે જો કે રણજીમાં સારું પર્ફોમન્સ કરનાર ખેલાડીઓની પસંદગી કરવામાં સિલેકટરો ક્યાંક હિચકિચાટ અનુભવી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. તો શું આવા ખેલાડીઓ પર પસન્દગીકારોને શું ભરોસો નથી? ડોમેસ્ટિક ક્રિકેટ મેચમાં શાનદાર પ્રદર્શન કરવા છતાં સરફરાઝ ખાનને ભારતીય ટીમમાં પસંદ ન કરવાને લઈને હોબાળો થયો છે. દિગ્ગજ ક્રિકેટર સુનીલ ગાવસ્કરે બીસીસીઆઈ અને પસંદગીકારોને સરફરાઝની પસંદગી ન કરવા પર સવાલ ઉઠાવ્યા છે. ગાવસ્કર કહે છે કે ફિટનેસના નામે સિલેક્શન ન કરવું અર્થહીન છે.

સરફરાઝ ખાનના ઘરેલુ ક્રિકેટમાં આંકડા જોઇએ તો તેણે અત્યાર સુધી 37 મેચની 54 ઇનિંગમાં 3,505 રન બનાવ્યા છે. તેની એવરેજ 79.65ની છે. આ દરમિયાન તેના બેટથી 13 સદી, 9 અડધી સદી બનાવી છે. સરફરાઝ ખાનનો ઉચ્ચતમ સ્કોર નોટઆઉટ 301 છે. કમાલની વાત છે કે, છેલ્લી 3 રણજી ટ્રોફી સીઝનમાં તેની એવરેજ 100 કરતા ઉપરની રહી છે.

સરફરાઝે યો-યો ટેસ્ટ પણ પાસ કરી છે અને ડોમેસ્ટિક મેચમાં પણ તેનું પ્રદર્શન શાનદાર છે. તેણે વધુમાં કહ્યું કે સરફરાઝ મને વારંવાર પૂછે છે કે તેની પસંદગી કેમ નથી થઈ રહી. જો તમે ફિટ નથી તો તમે વારંવાર કેવીરીતે સદી ફટકારી શકો છો. ક્રિકેટ માટે ફિટનેસ સૌથી જરૂરી હોય છે. એકમાત્ર યો-યો ટેસ્ટ સિલેક્શનનો ક્રાઈટેરિયા હોતો નથી. તમારે તેની પર કડક થવુ પડશે કે આ શખ્સ ક્રિકેટ માટે ફિટ છે કે નહીં. જો તમે સતત સારું રમી રહ્યાં છો અથવા તમે ક્રિકેટ માટે ફીટ છો તો અન્ય વસ્તુઓ ધ્યાનમાં આવતી નથી.