Abtak Media Google News

કેટરીના કૈફ, અનુષ્કા શર્મા સાથેની કિંગ ખાનની ફિલ્મનો ફર્સ્ટ બુક સોશિયલ મીડિયા પર: ઠીંગુજીની પડકારરૂપ ભૂમિકા

શાહરુખ ખાનની કેટરીના કૈફ અને અનુષ્કા શર્માની ફિલ્મ અત્યાર સુધી અનટાઈટલ હતી. હવે તેનું નામ નકકી થઈ ગયું છે. આ ફિલ્મનું નામ ‘ઝીરો’ છે. ફિલ્મનું ડાયરેકશન આનંદ એલ.રાયએ કયુર્ં છે. ફિલ્મ ‘ઝીરો’માં શાહરુખ ખાન ડબલ રોલ નિભાવે છે. એકમાં નોર્મલ અને બીજામાં તે ઠીંગુજી છે. જોકે ઠીંગુજી શાહરુખને વધારે ફુટેજ અપાયું છે. નોર્મલ શાહરુખનું કામ એક ગીત પુરતુ છે. જેમાં અન્ય ફિલ્મ સ્ટાર્સ પણ દેખાશે. રાની મુખરજી, કાજોલ, કરન જોહર, તબ્બુ, ઉર્મિલા મટોંડકર વિગેરે.

ફિલ્મ ‘ઝીરો’નો ફર્સ્ટ લુક સોશિઅલ મીડિયા પર આવતા જ તેના વખાણ થવા લાગ્યા છે. શાહરુખનો ખાસ મિત્ર કરન જોહર, ડાર્યના પેન્ટી, ડેઝી શાહ વિગેરે સ્ટાર્સ ઉપરાંત કિંગ ખાનના ચાહકોએ પણ બે મોઢે પ્રશંસા કરી છે. આ પડકારરૂપ ભૂમિકા ભજવવા બદલ બધાએ શાહરુખ ખાનને ધન્યવાદ આપ્યા છે. અગાઉ કમલ હાસન ફિલમ ‘અપ્પુ રાજા’માં ઠીંગુજીની ભૂમિકા ભજવી ચુકયો છે.

ફિલ્મ ‘ઝીરો’ ૨૧મી ડિસેમ્બરના રોજ રજુ થશે. તે જ દિવસે સૈફ અલિની દીકરી સારાની પ્રથમ ફિલ્મ ‘કેદારનાથ’ પણ રજુ થવાની છે. જોઈએ હવે આગળ શું થાય છે?

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.