Abtak Media Google News

શાહરુખ ખાનની પત્ની ગૌરી ખાન ઇન્ટિરિયર ડિઝાઈનર છે. તેણે સિદ્ધાર્થ મલ્હોત્રા, આલિયા ભટ્ટ સહિત અનેક સેલેબ્સના ઘર ડિઝાઇન કર્યા છે. ગૌરી ખાન હવે ભારતના સૌથી ધનાઢ્ય પરિવાર અંબાણીના ઘરને ડિઝાઇન કરશે. બકિંગહેમ પેલેસ બાદ દુનિયાના બીજા નંબરના સૌથી મોંઘા મુકેશ અંબાણીના ઘર ’એન્ટિલિયા’ના બાર લાઉન્જને ગૌરી ખાન ડિઝાઇન કરશે.

ગૌરી ખાને તેનાં ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર તેનો અને નીતા અંબાણીનો ફોટો શેર કરતાં લખ્યું હતું કે, ’એન્ટિલિયાની આ જગ્યામાં કામ કરવાનો અદભુત અનુભવ. આ પ્રોજેક્ટ ડેફિનેટલી અમારા ટોપ બિસ્પોક પ્રોજેક્ટ્સમાનો એક છે. નીતા અંબાણી જેની ડિઝાઇન પ્રત્યેની સૂઝ ખૂબ ઉમદા છે.

તેની સાથે કામ કરવું ખરેખર પ્રેરણાદાયક છે.’ શાહરુખની પત્ની ગૌરી ખાન જાણીતી ઇન્ટિરિયર ડિઝાઈનર છે. તે ’ગૌરી ખાન ડિઝાઇન્સ’ની માલિક છે. તેનો શો રૂમ મુંબઈમાં આવેલો છે. ગૌરીએ જાણીતા સેલેબ્સના ઘર ડિઝાઇન કર્યા છે ઉપરાંત ઘણી બધી મોટી હોટેલ, રેસ્ટોરન્ટ માટે પણ કામ કરી ચૂકી છે. આ સિવાય તે પ્રોડ્યૂસર પણ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.