Abtak Media Google News

શાપર-વેરાવળ ઔઘોગિક વિસ્તારમાં આવેલા કારખાનામાંથી રૂ. 1પ લાખની કિંમતનું રપ0 ગ્રામ સોનુ તફડાવી જનાર બંગાળી કારીગરને સ્થાનિક પોલીસે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ જીલ્લામાં આર્થિક ગુનાઓ આચરી નાસતા ફરતા શખ્સોને ઝડપી લેવા એસ.પી. જયપાલસિંહ રાઠૌરે આપેલી સુચનાને પગલે શાપર-વેરાવળ  પોલીસ મથકના પી.એસ.આઇ. રાજદીપસિંહ ગોહિલ સહીતના સ્ટાફે પેટ્રોલીંગ હાથ ધર્યુ હતું. ત્યારે શાપરમાં કેપ્ટન ગેઈટ અંદર લોટસ જ્વેલરી ક્રિએશન નામના સોનાના દાગીના બનાવવાના કારખાનામાં આ ગુનામાં પોલીસે અગાઉ છ આરોપીની ધરપકડ કરી હતી જેમાં બપોન જાફરઅલી શેખ  મુન્ના સૈદુલ શેખ ઉર્ફે એસ . કે . મુન્ના, સૌકત રાધાશ્યામ પાલ , વસંતલાલ શીવલાલ પારેખ , ઈબ્રાહીમ લીલીયા , ઈલીયાસભાઈ મલીક  અને હેમંત જીતેન્દ્રભાઈ બગીયા નો સમાવેશ થાય છે .

પી.એસ.આઇ. રાદીપસિંહ ગોહિલ સહિતના સ્ટાફે મુંબઇથી શખ્સને દબોચી લીધો: ધરપકડ આંક સાત

આરોપીઓ કોન્ટ્રાક્ટ ઉપર હોય કારખાનાના ફીનીસીંગ વિભાગમાંથી નીકળતા સોનાના વેસ્ટમાંથી રૂા .15 લાખની કિંમતનું 22 કેરેટનું 250 ગ્રામ સોનાનું વેસ્ટ ચોરી કરતા નવેક માસ પહેલા ફરીયાદ નોંધાઈ હતી .

આ ગુનામાં છેલ્લા નવ માસથી ફરાર પ્રસન્નજીત શાહાને બાતમીના આધારે શાપર પી.એસ.આઈ. આર . કે . ગોહિલ સહિતની ટીમ મુંબઈથી પકડી ફોન કબજે કર્યો હતો .

સોનાની જ્વેલરી બનાવતા કારખાના કે દુકાનમાં કામે રહીસોનાની જ્વેલેરી બનાવતી વખતે નીકળતો સોનાનો વેસ્ટ છુપી રીતે શરીરના કોઈપણ ભાગમાં છુપાવીને લઈજઈબાદમાં તે વેસ્ટને ઓગાળી સોનાનો ઢાળીયો બનાવી ચોરીનો માલ વેચનાર વેપારીને ઓછી કિંમતે વેચી દેતા હતા . આ ગુનામાં પોલીસે અગાઉ રૂા .1.91 લાખની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો .

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.