Abtak Media Google News

ચારેય શખ્સો સામે હત્યાની કોશિશનો નોંધાતો ગુનો

શાપર નજીક આવેલા પારડી ગામે ચાર નશાખોર બઘડાટી બોલાવતા હોવાથી તેને સમજાવવા ગયેલા બે ભાઇઓ પર છરીથી હુમલો કરતા બંને ગંભીર રીતે ઘવાયા હતા. પોલીસે ચારેય શખ્સો સામે હત્યાની કોશિષનો ગુનો નોંધી તપાસ હાથધરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ પારડી ગામ પાસે સહજાનંદ સોસાયટીમાં રહેતા લલિત છગનભાઇ બગડા અને તેના ભાઇ રોહિત છગનભાઇ બગડા પર તેના ઘર પાસે જ દિલાવર વલી શમા, ઇમરાન વલી શમા, સહેજાદ દાઉદ ઠેબા એક અજાણ્યા શખ્સે છરીથી હુમલો કરતા બંને ભાઇઓને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

ચારેય શખ્સો ગતરાતે સહજાનંદ સોસાયટીમાં દારૂનો નશો કરી બઘડાટી બોલાવતા હોવાથી તેને સમજાવવા જતા દા‚ના નશામાં ચારેય શખ્સો ઉશ્કેરાયા બાદ છરીથી હુમલો કરતા લલિત બગડા ગંભીર રીતે ઘવાયો હતો. પોલીસે ચારેય શખ્સો સામે હત્યાની કોશિષનો ગુનો નોંધી ચારેય શખ્સોની શોધખોળ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.