Abtak Media Google News

પુત્રીના ઘરે ગોંડલ જતી વેળાએ બાઇકને અજાણ્યા વાહને હડફેટે લીધો તો

અબતક, રાજકોટ

રાજકોટ-રીબડા ધોરી માર્ગ પર આવેલા શાપર-વેરાવળ પાસે ઓવર બ્રીજ પર અજાણ્યા વાહને ડબલ સ્વારી બાઇકને ઠોકરે લેતા પતિની નજર સામે પત્નીનું મોત નિપજતા પટેલ પરિવારમાં શોકનું મોજુ ફેલાયું છે.

વધુ વિગત મુજબ મુળ જામકંડોરણા તાલુકાના રાજપરા ગામના વતની અને હાલ રાજકોટના મવડી 80 ફુટ રોડ પર જયગુરુદેવ પાર્કમાં રહેતો જયંતિભાઇ લખમણભાઇ સોજીત્રા નામના 59 વર્ષીય નામના પ્રૌઢ અને તેમના પત્ની ભાનુબેન સહિત બન્ને જીજે3 કેબી 686 નંબરની બાઇક લઇને ગોંડલ ખાતે રહેતી પુત્રીના ઘરે જતા હતા ત્યારે શાપર-વેરાવળ પાસે પહોચ્યા ત્યારે પુરપાટ ઝડપે આવતી કારે બાઇકને હડફેટે લેતા ગંભીર રીતે ઘવાયેલા ભાનુબેનને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયા જેનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું.

આ બનાવની પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ પી.એસ.આઇ. એસ.જે. રાણા સહીત ચલાવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.