Abtak Media Google News

વિરતાનો વૈભવ, શૌર્યનો શુંગાર, પ્રરાક્રમની પૂજા, ક્ષત્રિયોનો તહેવાર એટલે વિજયાદશમી.

વિજયાદશમીના પાવન અવસર પર સમસ્ત ક્ષત્રિય સમાજના આત્મગૌરવ સમાન તેમજ રાજપૂતી આદર્શો અને સંસ્કારરૂપી સંસ્કૃતિ વારસાને ગૌરવવંતા તહેવાર વિજયાદશમીના દિવસે વિરપુર જલારામધામમાં સમસ્ત ક્ષત્રિય ખાંટ રાજપૂત સમાજની વાડી ખાતે વિજયાદશમીના પાવન દિવસે શસ્ત્રપૂજન કરવામાં આવ્યુ હતું,સમસ્ત ક્ષત્રિય ખાંટ રાજપૂત યુવા ગ્રૂપ દ્વારા વિજયાદશમીના પાવન દિવસે પરંપરાગત વસ્ત્રોમાં સાફા બાંધીને શાત્રોક્ત વિધિથી શક્તિપૂજા-શસ્ત્રપૂજન કરવામાં આવ્યું હતું.

ક્ષત્રિય ખાંટ રાજપૂત સમાજના યુવાનો દ્વારા તલવારબાજી,રાજપૂતી સંસ્કૃતિને ઉજાગર કરી હતી તો આ શક્તિપૂજા-શસ્ત્રપૂજનના પાવન અવસરમાં શસ્ત્રપૂજનની સાથે સાથે ક્ષત્રિય યુવાનો દ્વારા વ્યસનમુક્તિ, સમાજસેવા માટે અન્ય સંકલ્પો પણ લેવામાં આવ્યા હતા. આ શસ્ત્રપૂજનના પવિત્ર અને પાવન દિવસે સમસ્ત ક્ષત્રિય ખાંટ રાજપૂત સમાજ તેમજ સમસ્ત ક્ષત્રિય સમાજના અગ્રણીઓ, વડીલો, યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પાવન અવસરને સફળ બનાવવામાં ક્ષત્રિય ખાંટ રાજપૂત યુવા ગ્રૂપ વીરપુરના યુવાનોએ જહેમત ઉઠાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.