Abtak Media Google News

પેઈડ ક્ધટેન્ટ ગેરકાયદે રીતે ડાઉનલોડન કરી તેને સોશિયલ મીડિયામાં

ફેરવવું તે કોપી રાઈટ એકટ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી એકટનું ઉલ્લંઘન

પેઈડ પીડીએફને ડાઉનલોડ કરી વોટસએપ, ફેસબૂકમાં શેર કરવાથી થઈ શકે છે સજા

આજના 21મી સદીનાં આધુનિક યુગમાં ડીજીટલ ઉપકરણોનો ઉપયોગ ખૂબ વધ્યો છે. ડીજીટલ સેવાઓનો વ્યાપ વધતા માનવજીવન સરળતો બન્યું છે. પણ આ સાથે તેની ઘણી આડઅસરના રૂપે નકારાત્મક અસર પણ ઉપજી રહી છે બેકિંગ સુવિધા, પોસ્ટલ, ન્યુઝ સહિતની સેવાઓ મોબાઈલમાં જ મળીરહી છે. ડીજીટલ ઉપકરણોનાં વધતા જતાં ઉપયોગથી મોટાભાગના લોકો સમાચાર મોબાઈલમાં જ વાંચતા થયા છે. જેમાં ખાસ નવયુવાનોનો સમાવેશ થાય છે. પીડીએફ દ્વારા આંગળીના ટેરવે સમાચાર ઉપલબ્ધ થયા છે. પરંતુ છાપાઓની આ પીડીએફ શેર કરતા પહેલા ચેતજો !! કારણ કે આ પ્રકારે પીડીએફ શેર કરવી ગેરકાયદેસર છે. કોરોના સંક્રમણ ફેલાવાનો ખતરો વધતાં કોવિડ મહામારી દરમિયાન લોકો ન્યુઝ પેપર અડકવા કે વાંચતાથી બચતા હતા. આવા સમયે ન્યુઝ પેપર વગર દરેક ખબર સાથે અપડેટ રહેવા માટે લોકો ઈ-પેપર કે ન્યુઝની પીડીએફ તરફ વળ્યા છે. આ વચ્ચે ગેરકાયદે રીતે પેપરની પીડીએફ શેર કરવાના કિસ્સાઓ પણ વધ્યા છે. જેમાં સૌથી વધુ કિસ્સા ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સંબંધીત નોંધાયા છે.પીડીએફ શેર કરવાના આ મામલે સુપ્રીમ કોર્ટના વકીલ પવન ડુગલે કહ્યું છે કે પેઈડ ક્ધટેન્ટ હોય, તેવા સમાચારોનાં આર્ટિકલ કેતેની પીડીએફને ડાઉનલોડ કરી સોશ્યલ મીડિયા પર ફેરવવી એ કાયદાનું ઉલ્લંઘન છે. ગેરકાયદે છે. કોપીરાઈટ એકટ તેમજ ઈન્ફોર્મેશન ટેકનોલોજી એકટની 43 કલમ મુજબ સજા પણ થઈ શકે છે.ન્યુઝ પેપરની વેબસાઈટ પરથી ગેરકાયદે રીતે પેઈડ ક્ધટેન્ટના ડાઉનલોડીંગ કરવા કોપીરાઈટ એકટનો ભંગ છે. તો બીજી તરફ જેતે ન્યુઝ પેપર અને પત્રકારોનાં અધિકારોનું પણ ઉલ્લંઘન છે. ઉલ્લેખનીય છે કે, ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના ઘણા પેઈડ ક્ધટેન્ટ ગેરકાયદે રીતે ડાઉનલોડ થયા હતા અને તેની પીડીએફ ફેસબુક વોટસએપ માધ્યમો પર શેર થઈ રહી હતી જે ટીઓઆઈનાં નિયમો વિરૂધ્ધ છે.

સોશિયલ મીડિયા પર સમાચારના પૈસાની વસુલી કરનારો પ્રથમ દેશ બન્યો ઓસ્ટ્રેલિયા

હાલ, કોરોના મહામારીમાં સંક્રમણના ભય વચ્ચે મોટાભાગના લોકો ડીજીટલ સેવા તરફ વધુ વળ્યા છે. જેમાં ‘ડીજીટલી ન્યુઝ’ પણ બાકાત નથી વોટસએપ, ફેસબુક, ટવીટર, ઈન્સ્ટાગ્રામ સહિતના તમામ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર સમાચાર આંગળીના ટેરવે મળી જાય છે. આ માધ્યમ પર કંપનીઓ જાહેરાત કરી નફો પણ રળી રહી છે. આ ઉપર મોટાભાગના દેશોમાં કોઈ ટેકસ ચાર્જ વસુલાતો નથી ત્યારે આમ કરનારો ઓસ્ટ્રેલિયા વિશ્ર્વનો પ્રથમ દેશ બન્યો છે. અને સોશ્યલ મીડિયા પર પૈસાની વસુલી કરવાનો નિર્ણય જાહેર કર્યો છે. અને આ માટે ઘણા નિયમ-નિંત્રણો પણ જારી કર્યા છે.

ફેસબુક અને ગુગલે તેના ન્યુઝ ક્ધટેન્ટ માટે ઓસ્ટ્રેલીયન સરકારને પૈસા ચૂકવવા પડશે. આ માટે તાજેતરમાં ઓસ્ટ્રેલિયાની પાર્લામેન્ટમાં ઠરાવ પસાર કરવામાં આવ્યો. છે. આ અંગે ટ્રેસોર જોશ ફીંડંગબર્ગે જણાવ્યું કે, પબ્લીશર અને બ્રોડકાસ્ટર્સે તેમના પ્લેટ-ફોર્મ પર ચડાવવામાં આવતા સમાચારો માટે નિયત કરેલ દરે ટેકસ ચૂકવવો પડશે અને આ માટે સરકાર દ્વારા એક આરબીટ્રેરરની નિમણુંક કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.