Abtak Media Google News

ઉતરાયણને લઇને અધિક જિલ્લા કલેકટરે પ્રસિઘ્ધ કર્યુ જાહેરનામું

ઉતરાયણને લઇને અધિક જીલ્લા કલેકટર પરિમલ પંડયાએ એક જાહેરનામુ પ્રસિઘ્ધ કરીને જાહેર રસ્તા ઉપર પતંગ ઉડાડવા કે લાઉડ સ્પીકર વગાડવા સહીતના કૃત્યો ઉપર પ્રતિબંધ લાદી દીધો છે.

આ જાહેરનામાુ તા.રર ડીસેમ્બરથી રપ જાન્યુઆરી સુધી અમલમાં રહેશે. જાહેરનામાં જણાવ્યા મુજબ કોઇપણ વ્યકિતઓએ જાહેર રસ્તાઓ ઉપર પતંગ ઉડાડવા ઉ5ર, હાથમાં લાંબા ઝંડા, વાંસની બાંબુઓ, વાંસની પટ્ટીઓ, ધાતુના તારના લંગર કે વાંસ વિગેરે લઇ કપાયેલા, પતંગો  દોરા મેળવવા જાહેર રસ્તા પર અથવા જગ્યાઓમાં દોડા-દોડી કરવા ઉ5ર, ટેલીફોનીક કે ઇલેકટ્રીકના તાર ઉપર લંગર (દોરી) નાખવા ઉપર, જાનનું જોખમ થાય તે રીતે જાહેર રસ્તા પર કે ભયજનક લાઉડ સ્પીકર વગાડવા ઉપર, આમ જનતાની લાગણી દુભાય તે રીતે પતંગ ઉપર ઉશ્કેરણીજનક લખાણો લખી પતંગ ઉડાડવા ઉપર, પ્લાસ્ટીક, સિન્થેટીક મટીરીયલ, ટોકસ્ટીક મટીરીયલ, લોખંડ પાઉડર કાચ તથા અન્ય હાનિકારક પદાર્થોનો ઉપયોગ કરી તૈયાર કરેલ તથા નોન-બાયોડીગ્રેબલ હોય તેવી દોરી-ચાઇનીઝ માંઝાના પાકા દોરા તથા પ્લાસ્ટીક ચાઇનીઝ બનાવટના ચાઇનીઝ દોરા તથા આયાતી દોરાના જથ્થાબંધ વેપાર તથા આયાત કરી ખરીદ, વેચાણ, સંગ્રહ અને વપરાશ તેમજ આવા દોરાના ઉપયોગ કરી પતંગો ઉડાડવા ઉપર, ચાઇનીઝ લોન્ચર, ચાઇનીઝ તુકકલ, ચાઇનીઝ લેન્ટર્નના જથ્થાબંધ વેપાર તથા આયાત કરી ખરીદ વેચાણ સંગ્રહ અને વપરાશ કે ઉપયોગ ઉપર ઉડાડવા ઉપર, આ હુકમનો ભંગ કરનાર વ્યકિત ભારતીય દંડ સહિતાથી કલમ 188 તથા જી.પી. એકટની કલમ 131 મુજબ શિક્ષાને પાત્ર થશે. રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષકની આસીસ્ટન્ટ પોલીસ સબ ઇન્સ્પેકટર સુધીનો હોદો ધરાવનાર તમામ અધિકારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો વિરુઘ્ધ કલમ-188 મુજબ તથા જી.પી. એકટ કલમ 131 મુજબ ફરીયાદ દાખલ કરવા માટે અધિકૃત કરવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.