Abtak Media Google News

શેઠ આણંદજી કલ્યાણજી પેઢીની જાહેરાત: યાત્રામાં પુરતા તકેદારીના પગલા લેવાશે

કોરોનાના કહેર વચ્ચે ગત તારીખ.૨૨ માર્ચથી તીર્થનગરી પાલીતાણામાં યાત્રા બંધ થઈ ગઈ હતી લોકડાઉન માં  અનલોક – ૧ વચ્ચે વેપાર રોજગારીની છૂટછાટ બાદ તીર્થસ્થાનોમાં સરકારી ગાઈડલાઈન મુજબ છૂટ મળતા પાલીતાણા શેઠ આંણદજી કલ્યાણજી પેઢીએ યાત્રિકો માટે મહત્વપૂર્ણ ગાઈડલાઈન જાહેર કરવામાં જેને લઈને યાત્રા આજથી શરુ કરવામાં આવી જય તળેટીએ દર્શન કરવા સિવાય અન્ય ધાર્મિક વિધિ કરી શકાશે નહી બેરીકોટ પાસે યાત્રિકોએ હાથ સેનેટ્રાઈઝ કરવાના રહેશે ટેમ્પરેચર મપાશે તેમજ પર્વત પર રામપોળ બહાર યાત્રિકોનું ટેમ્પરેચર ફરી મપાશે મૂળનાયક તીર્થાધીરાજ આદિનાથ  દાદાની પૂજા થશે નહી, ફક્ત દર્શન જ થશે તથા ધૂપ, દીપ ,અક્ષત,ફળ,નૈવધ ,ચામરપૂજા હાલ શરુકરાયેલ નથી ઘેટી પાગ અને રોહીશાળાથી હાલ યાત્રા કરી શકાશે નહી  શેત્રુંજય યાત્રા જય તળેટીથી જ જશે રસ્તામાં પાણીની વ્યવસ્થા હાલ શરુ કરવામાં આવી નથી ૧૦ વર્ષ નાના અને ૬૫ વર્ષથી વધુ ઉમરના હોય તેઓને આ યાત્રામાં સાથે ન લાવવા તીર્થાધીરાજ આદિનાથ દાદાના ફક્ત દર્શન દાદાના રંગમંડપ માંથી થી શકશે યાત્રા સવારે ૬ થી બપોરે ૧૨ સુધી જ ચાલુ રહેશે સાધુ,સાધ્વીજી ભગવંતોએ યાત્રા કરવી હોય તો તળેટી ખાતે આવેલ પેઢીના માહિતી કેન્દ્રમાં નામ નોધણી કરાવવી પડશે બહારગામથી  આવતા યાત્રીકોને સરકરી ગાઈડલાઈન્સ મુજબ ધર્મશાળા ,હોટેલમાં રૂમ આપી શકાશે નહી તેમજ ભાતાખાતું બંધ રહેશે દરેક યાત્રિકે ફરજીયાત અંતર જાળવવું પડશે માસ્ક અને હેન્ડ ગ્લોસ પહેરીને યાત્રા કરવી પડશે ત્યારે આજે સાધુ,સાધ્વીજી ભગવંતો તેમજ સ્થાનિક યાત્રિકોએ આજે યાત્રા કરી હતી શેઠ  આંણદજી કલ્યાણજી પેઢી દ્વારા આ ગાઈડલાઈન્સ બહાર પાડવામાં આવી અને તેના પાલન મુજબ આજથી વિધિવત ગીરીરાજ ની યાત્રાનો પારંભ થયો

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.