Abtak Media Google News

પાલીતાણા, જૂનાગઢ, ગીરનાર સહિતના પંથકમાં જરૂરતમંદોને અનાજની કિટનું વિતરણ

વર્તમાનમાં વિશ્ર્વમાત્રના વિવિધ દેશની પ્રજા ઉપર કોરોના વાઇરસ નામના મહામારીએ ભરડો લીધો છે તેમાં આપણા ભારત દેશના અનેક રાજ્યોમાં પણ તેની માઠી અસર થવાથી છેલ્લા ૧૦ દિવસથી ભારતભરમાં સરકાર દ્વારા લોકડાઉન જાહેર કરેલ છે.

આજે ૧૦-૧૦ દિવસના લોકડાઉનના કારણે મધ્યમ વર્ગ અને રોજ કમાઇને ખાનારા વર્ગના ઘરના અનાજ ખુંટવા લાગ્યા છે, દેશની પ્રજાની આવી વિકટ પરિસ્થિતિમાં અખિલ ભારતીય જૈન શ્ર્વેતાંબર મૂર્તિપૂજક સંઘના પ્રતિનિધિ શેઠ આણંદજી કલ્યાણજી પેઢી દ્વારા પાલીતાણા, ગિરનાર, કુંભારીયાજી, તારંગા, રાણકપુર, અમદાવાદ વગેરે તીર્થોમાં તથા તેની આસપાસના ગામડાઓમાં જરૂરીયાતવાળા પરિવારો, મજુરો, ડોળીવાળા વગેરેને વિવિધ અનાજની કીટોનું વિતરણ કરવામાં આવેલ છે, તે જ રીતે પ.પૂ.પં.ચન્દ્રશેખરવિજયજી મહારાજ સાહેબના શિષ્ય પ.પૂ.આ. ધર્મરક્ષિતસૂરિજી મહારાજ સાહેબના શિષ્ય પ.પૂ.આ.હેમવલ્લભસૂરિજી મહારાજ સાહેબની પાવન નિશ્રામાં અખિલ ભારતીય જૈન શ્ર્વેતાંબર મૂર્તિપૂજક સંઘના પ્રતિનિધિ શેઠ આણંદજી કલ્યાણજી પેઢી દ્વારા જૂનાગઢ તથા ગીરનારના જરૂરીયાતવાળા પરિવારોને જૈન સમાજના કાર્યકરોની ઉપસ્થિતિમાં અનાજની લગભગ ૧૭૦૦ રૂપિયાની એક કીટમાં ૧૦ કિલો ઘઉંનો લોટ, પાંચ કિલો બાજરી, પાંચ કિલો ચોખા, બે કિલો તુવેરની દાળ, બે કિલો ખાંડ, બે લીટર કપાસીયા તેલ, ૧ કિલો ગોળ, ૧ કિલો નમક, ૫૦૦ ગ્રામ મરચુ, ૨૫૦ ગ્રામ ધાણાજીરૂ અને ૨૫૦ ગ્રામ ચા આ રીતે લગભગ ૩૦ કિલો સામગ્રીની લગભગ ૧૦૦૦ કીટોનું વિતરણ કરવામાં આવેલ.

આ રીતે જૂનાગઢ ભવનાથ વિસ્તારમાંથી અનેક સંતો-મહંતો અને સેવાકીય સંસ્થા દ્વારા ઠેર-ઠેર માનવસેવાના મહાયજ્ઞો મંડાઇ ચૂકયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.