Abtak Media Google News

બેટી રામપરમાં રાતે થતા દારૂનું કટીંગ અને ખનિજ ચોરી સહિતના ગોરખ ધંધામાં પોલીસનેનની સંડોવણીના આક્ષેપથી ખળભળાટ

ઢોર બાંધવાના વાડામાંથી બળજબરીથી રસ્તો કાઢતા એક માસ પહેલાં ઝઘડો થયો’તો

કુવાડવા પોલીસ મથકની હદમાં અનેક વખત વિદેશી દારૂના મસમોટા કટીંગ સમયે પોલીસે દરોડા પાડી લાખોની કિંમતનો વિદેશી દારૂનો જંગી જથ્થો પકડી પાડવામાં આવ્યો છે તેમ છતાં રીઢા બુટલેગરોને કુવાડવા વિસ્તાર દારૂના કટીંગ માટે અનેક રીતે અનુકુળ હોવાથી કુવાડવા પંથક દારૂ છુપાવવાનું અને સમગ્ર સૌરાષ્ટ્રમાં દારૂનો જથ્થો પહોચતો કરવાનું એપી સેન્ટર બન્યુ હોવાનું ‘અબતક’માં પ્રસિધ્ધ થયાના અહેવાનને સમર્થન મળતી ઘટના કુવાડવા જીઆઇડીસી પાસે બની છે. કુવાડવા પોલીસ મથકનના કોન્સ્ટેબલના ઇશારે બેટી રામપરના ભરવાડ પ્રૌઢ પર ખૂની હુમલો થયાના આક્ષેપ થઇ રહ્યા છે અને બેટી રામપરમાં દરરોજ રાતે થતી ખનિજ ચોરી અને દારૂના કટીંગ સહિતના ગોરખધંધામાં કુવાડવાના પોલીસમેનની સંડોવણીના પણ આક્ષેપથી પોલીસબેડામાં ખળભળાટ મચી ગયો છે.

Advertisement

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ બેટી રામપર ગામે રહેતા જીવાભાઇ સિંધાભાઇ સુસરા નામના ૫૫ વર્ષના ભરવાડ પ્રૌઢ ગઇકાલે સવારે કુવાડવા જીઆઇડીસીમાં દુધ આપવા ગયા હતા ત્યારે તેના જ ગામના વિજય અરજણ મકવાણા, સાગર ડવ અને તેની સાથેના બે અજાણ્યા શખ્સોએ કાર ભટકાડી તલવાર, ધારિયા, પાઇપ અને ધોકાથી ખૂની હુમલો કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.

જીવાભાઇ સુસરા મુળ કુચીયાદળના વતની છે અને તેઓ છેલ્લા ૬૦ વર્ષની બેટી રામપર ગામે પોતાના વાડામાં ઢોર રાખી દુધનો વ્યવસાય કરે છે. તેઓના કબ્જામાં રહેલો વાળો વિજય મકવાણાને પડાવી લેવો હોવાથી છેલ્લા કેટલાક સમયથી ધમપછાડા કરી રહ્યો હોવાના જીવાભાઇ મકવાણાના પુત્ર લાલાએ આક્ષેપ કર્યો છે.

વિજય મકવાણાને કુવાડવા પોલીસ મથકમાં ફરજ બજાવતા સતિષ લાવડીયા સાથે સાંઠગાંઠ હોવાથી તે ખનિજ ચોરી અને દારૂનું કટીંગ કરી રહ્યો હોવાનો આક્ષેપ લાલા ભરવાડે કરી હુમલો પણ તેના ઇશારે જ થયાનું કહ્યું હતું.

વિજય મકવાણા બેટી રામપરમાં ભરડીયો ધરાવ છે ત્યાં દરરોજ રાતે ગોરખ ધંધા કરે છે અને પોતાના વાડામાંથી ગેર કાયદે રસ્તો કાઢયો હોવાથી એક માસ પહેલાં પણ બંને વચ્ચે ઝઘડો થયો હતો. ત્યારે પણ સતિષ લાવડીયાએ વિજય મકવાણાને મદદ કરી હોવાના આક્ષેપ કર્યા છે.

ગઇકાલે જીવાભાઇ સુસરા કુવાડવા જીઆઇડીસીમાં દુધ આપવા ગયા ત્યારે બે અલગ અલગ કારમાં આવેલા વિજય મકવાણા, સાગર ડવ અને બે અજાણ્યા શખ્સોએ કાર ભટકાડતા તેઓ પડી જતા તેના પર ચારેય શખ્સોએ તલવાર, ધારિયા, પાઇપ અને ધોકાથી હુમલો કરી એક કાર લઇ ભાગી ગયા હતા. ખૂની હુમલાની સમગ્ર ઘટના સીસીટીવી ફુટેજમાં કેદ થઇ છે. ખૂની હુમલામાં કુવાડવા પોલીસ મથકના કોન્સ્ટેબલ સતિષ લાવડીયાની સંડોવણી હોવાનું કહેવા છતાં પોલીસે તેની સામે ગુનો ન નોંધ્યો હોવાથી ભરવાડ સમાજ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાનું વિચારી રહ્યાનું લાલાભાઇ ભરવાડે જણાવ્યું છે.

કુવાડવા પોલીસે ઘટના સ્થળેથી એક કાર, તલવાર અને ધારિયું કબ્જે કરી સાગર ડવ, વિજય મકવાણા સહિતના શખ્સોની શોધખોળ હાથધરી છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.