Abtak Media Google News

કેપ્સિકમ પીળા, લીલા અને લાલ રંગમાં આવે છે. મરચાંમાં  ઓછી તીખાશ માટે જાણીતું છે  ‘કેપ્સેસિન’ . તે  મીઠી મરી તરીકે ઓળખાય છે. એન્ટીઓક્સીડેન્ટ અને વિટામીનથી ભરપૂર કેપ્સીકમ ખાવાના ઘણા ફાયદા છે .આંખના  તથા કેન્સર જેવા રોગોથી કેપ્સિકમ મહદ અંશે ફાયદો  કરે છે .

Advertisement

1 Shimala Mirch Mixed Vinca Art Original Imagrffpmv9Uftrh

કેપ્સીકમના સેવનના ફાયદા

આંખના સ્વાસ્થ્ય માટે  કેપ્સિકમ ફાયદાકારક છે . કેપ્સિકમમાં બે કેરોટીનોઈડ્સ (લ્યુટીન અને ઝેક્સાન્થિન) વધુ માત્રામાં જોવા મળે છે. તેઓ આંખોમાં મેક્યુલર ડિજનરેશનનું જોખમ ઘટાડે છે. કેપ્સિકમમાં લાલ રંગ માટે જવાબદાર કેપ્સેન્થિન એક શક્તિશાળી એન્ટીઑકિસડન્ટ છે જે ત્વચાને યુવીએ અને યુવીબીના નુકસાનથી રક્ષણ આપે છે.

વિટામિનનું  પાવરહાઉસ કહેવામા આવે છે . કેપ્સિકમમાં ઘણા જરૂરી વિટામિન્સ (વિટામિન A અને C વગેરે) હાજર છે. આ બંને વિટામિન રોગના જોખમને ઘટાડવા ઉપરાંત રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે  છે.  કેપ્સિકમમાં વિટામિન B6 અને ફોલેટ પણ ભરપૂર માત્રામાં જોવા મળે છે, જે હોમોસિસ્ટીનનું સ્તર ઘટાડવામાં મદદ કરે છે.

Capsicum02

કેન્સર સામે લડવામાં મદદરૂપ થાય છે .  કેપ્સિકમ એન્ટી-ઈન્ફ્લેમેટરી અને એન્ટીઓક્સીડેન્ટ ગુણોથી ભરપૂર હોવાથી કેન્સર સામે લડવામાં મદદરૂપ છે. તેમાં ઘણા કેન્સર સામે લડતા એન્ટીઑકિસડન્ટો છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.