Abtak Media Google News

પાઘ પુજાનો શૂભારંભ: પરિસરમાં નિકળી પાલખી યાત્રા

સોમનાથ મહાદેવને વિધિવત પુજન સાથે પાઘ અર્પણ કરીને યશ અને કીર્તિ વધારનાર પાઘ સમર્પણ પૂજા નો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પાઘ સોમનાથ ટ્રસ્ટ દ્વારા પોતે તૈયાર કરવામાં આવી છે. જે ભક્તો પૂજન કર્યા બાદ મહાદેવને અર્પણ કરી શકશે અને તેનો શ્રી સોમનાથ મહાદેવના શૃંગારમાં ઉપયોગ કરવામાં આવશે.

Screenshot 12 4

સોમનાથ ટ્રસ્ટના પ્રત્યેક કર્મચારી અધિકારીએ આ ક્ષણ ને વધાવી હતી. સોમનાથ ટ્રસ્ટના સચિવ  ની સાથે અધિકારીઓ, પુજારી ગણ, સફાઈકર્મીઓ, વહીવટી સ્ટાફ, સહિતના પ્રત્યેક કર્મીએ સાથે મળીને મહાદેવની ધ્વજા પૂજા કરી હતી. ખભે-ખભો મેળવીને દરેક કર્મીએ મહાદેવની પાઘ ની પાલખી ઉઠાવી હતી. અને મહાદેવની ધ્વજા તળે બધા અધિકારી કર્મચારી મટીને શિવભક્ત બની મહાદેવની પાલખીના વાહક બન્યા હતા.

સોમનાથ ટ્રસ્ટ દ્વારા પ્રારંભ કરાયેલ પાઘ પૂજાની પેહલી પાઘ સોમનાથ મહાદેવને શૃંગારમાં ઉપયોગમાં આવે તે પહેલા તેનું મંદિરના સભા મંડપમાં સોમનાથ ટ્રસ્ટના અધિકારીઓ કર્મચારીઓ દ્વારા સાથે મળીને પૂજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સોમનાથ મહાદેવની પાઘ ને પાલખીમાં બિરાજમાન કરીને મંદિર પરિસરમાં પ્રદક્ષિણા કરવામાં આવી હતી. આ તકે સોમનાથ ટ્રસ્ટના તમામ અધિકારીઓ કર્મચારીઓ સહિત શ્રદ્ધાળુઓ પણ પાલખીયાત્રામાં જોડાયા હતા અને “હર હર મહાદેવ” “જય સોમનાથના” નાદ સાથે સોમનાથ મંદિરનું સમગ્ર વાતાવરણ શિવમય બન્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.