જેમાં ‘લય’ થવાય તે શિવલિંગ

શિવજીની આશકિત મૂલપ્રકૃતિ અને દૈવીપ્રકૃતિ એમ બે રૂપમાં વિભાજીત

લિંગ રહસ્ય

આર્યાવર્તની ધર્મ સાધના અનુસાર ‘લિંગ’ સાક્ષાત બ્રહ્મનું પ્રતિક છે, અન્ય દરેક દેવ દેવીના વિશેષ રૂપ છે.. શ્રીઅંગ છે જેથી તે દેવ વિગ્રહ મૂર્તિઓ કહેવાય છે. જયરે દેવ ચિન્હના રૂપમાં ‘લિંગ’ શબ્દનો પ્રયોગ એક માત્ર આશુતોષ ભગવાન શિવ માટે કરાયો છે.

સ્કંદપુરાણ કહે છે, ’લયના લિંગ મુચ્યતે’ અર્થાત જેમાં લય થવાય તે લિંગ, દર્શન શાસ્ત્રની માન્યતા છે કે, શિવજી નટરાજ જયારે તાંડવ નૃત્ય કરે છે, ત્યારે પ્રલય થાય છે. અમે રૂપાકાર સૃષ્ટિનો લય થાય છે. જેમાં લય થવાય એ લિંગ, આમ શિવ-લિંગ એ સૃષ્ટિની સર્વ વ્યાપકતાનું પ્રતિક છે. વેદ શાસ્ત્ર પૂરાણોની માન્યતા અનુસાર સૃષ્ટિને ઇંડા ના આકારની માનવામાં આવે છે, જયારે શિવ-લિંગ પણ એ જ આકારનું હોય છે. અત:લિંગ એ સર્વ વ્યાપકતાનું પ્રતિક છે, એ સહેજે સાબિત થાય.

શિવ પુરાણનું કથન છે કે, શિવ પ્રકૃતિ અને પુરૂષ બન્નેથી પર છે.

શ્રૃતિનું વચન છે કે, મહેશ્વર પોતાની ઇચ્છા શકિત અનુસાર સૃષ્ટિનું સર્જન કરે છે.

શિવજીની આ શકિત બે રૂપમાં વિભાજીત છે.(1) મૂલ પ્રકૃતિ (ર) દૈવી પ્રકૃતિ

ગીતામાં  મૂલ પ્રકૃતિને અપરા પ્રકૃતિ કહી છે. જેનાથી પંચભૂત આદિ દ્રશ્ય પદાર્થોની ઉત્પતિ થઇ જયારે દેૈવી પ્રકૃતિને પરા-પ્રકૃતિ કહી છે. જે ચૈતન્ય  શકિત છે. જે આ અપરા પ્રકૃતિને નામરુપમાં પરિવર્તિત કરે છે. અપરા પ્રકૃતિને (અ-વિદ્યા) અને પરા પ્રકૃતિને વિદ્યા કહેવાય છે. પરા પ્રકૃતિને ‘પુરૂષ’ પણ કહેવાય છે. આ બન્ને પ્રકૃતિના મુળ નાયક પ્રેરક પશુપતિનાથ ભગવાન સદાશિવ છે.

સદાશિવથી જે ચૈતન્ય શકિત ઉત્પન્ન થઇ, અને એનાથી જે ચિન્મય આદિ પુરૂષ  થયા, તે જ વાસ્તવમાં શિવના લિંગ છે. કારણ કે, એનાથી જ ચરાચર વિશ્ર્વની ઉત્પતિ થઇ, એટલે તે જ સર્વેના લિંગ અથવા કારણ છે. અને એમાંજ તેમનો (વિશ્વનો) લય થશે. શિવ પુરાણમાં કહ્યું છે, સમસ્ત લિંગ પીઠ (આધાર) અર્થાત પ્રકૃતિ પાર્વતી અને લિંગને ચિન્મય પુરૂષ સમજવું  જોઇએ કારણ કે, એમના જ સંગોથી સૃષ્ટિની ઉત્પતિ થઇ.

શિવ પુરાણમાં સ્વયમ શિવ મુખે કહેવાયું છે કે, જે લિંગ અર્થાત મહાચૈત્યન્ય ને સંસારનું મુલ કારણ અને આ કારણ જગતને લિંગ-મય (ચૈતન્યમય) જેવા અદભુત અલૌકિક દ્રષ્ટિથી નિહાળી શિવ-લીંગની જે પૂજા અર્ચના કરે છે તે જ મારી યથાર્થ રુપમાં સારી પુજા કરે છે. સ્કંધ પુરાણ અનુસાર જેમાં લય થવાય છે તે લિંગ

પુરાણોમાં લિંગ શબ્દ પ્રતિકના રુપમાં  વપરાયેલ છે. તેને હેતુના રુપમાં પણ ઘટાવી શકાય છે. લિંગ શબ્દની આગળ જયોતિ શબ્દ આવે છે, એટલે તેનો અર્થ થાય છે.  પ્રકાશનું પ્રતિક, પ્રકાશ, પરમ-પ્રકાશ, દિપક અને અગ્નિની જવાળાઓનો આકાર લિંગ જેવો હોય છે. લિંગની સ્થાપના ગોળ આકારની બેઠક જેને બાણ કે જળધારી કહે છે.

લિંગ પૂજા શિવ પુજા છે. શિવ-પુરાણમા જયોતિલિંગ સ્વય પ્રગટ થયાની વાત આવે છે. તે આજ છે જેનો ભેદ બ્રહ્મા કે વિષ્ણુ પણ પામી શકયા નથી. એમ જાણવામાં  શિવ તત્વની અનંનતાની સમજે છે.પાર્વતી એટલે પ્રકૃતિ એ તે જયોતિ લિંગને આચ્છાદિત કર્યુ ઢાંકયું છે. તેથી મનુષ્યના જાણવામાં આવતું નથી. જે પ્રમાણે ગોપીઓ કૃષ્ણ પ્રત્યે પ્રેમ ભકિતની મુગ્ધ બને છે તેમ ઋષિ પત્નીઓ પણ જયોતિ લિંગ પરમાત્માના દર્શન કરીને મુગ્ધ બને છે.