Abtak Media Google News

લાંબા સમય સુધી રઘુવીર સેલ્સના પ્રોપરાઈટરોએ નાણા ભરપાઈ ન કરતા અંતે સિક્યુરાઈઝેશન એક્ટ મુજબ જપ્તી

મોરબી : મોરબીમાં સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાના ચડત નાણાં નહિ ભરનાર વેપારીને વારંવાર  નોટિસ ફટકારવામાં આવી હોવા છતાં લેણું ભરપાઈ ન કરનાર પેઢી સામે આજે સિક્યુરાઈઝેશન એક્ટ મુજબ જપ્તિની કાર્યવાહી  કરી મિલકત કબ્જે લેવામાં આવતા બેંકોને ધુમ્બો મારનાર વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.

Advertisement

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીની રઘુવીર સેલ્સ નામની પેઢી પાસેથી સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાનું રૂ.૬૯,૭૦,૨૭૪ નું બાકી લેણું નીકળતું હોવાથી બેન્ક દ્વારા સિક્યુરાઈઝેશ એક્ટ મુજબ જિલ્લા કલેકટરને મિલકતનો કબજો અપાવવા અરજ કરી હતી જેને પગલે કલેકટર દ્વારા સરફેસી એક્ટ મુજબ  દુકાનમાં સિલ મારવાની કાર્યવાહી કરી હતી અને બેંકને નાણાં નહિ ચૂકવનાર  મહેન્દ્રભાઈ શિવલાલભાઈ કોટક તથા હસમુખભાઈ શિવલાલભાઈ કોટક વિરુદ્ધ જપ્તિની કાર્યવાહી કરી હતી.

વધુમાં બેન્ક દ્વારા જિલ્લા કલેકટરના આદેશ અનુસાર બેંકના નાણાં ભરપાઈ નહિ કરનાર બન્ને કોટક બંધુઓની નવા ડેલા રોડ પર આવેલ રાવલ શેરી નંબર –  ૩ આવેલ મિલકત જપ્ત કરી રૂ.૬૯, ૭૦,૨૭૪ ની બાકી લેણા વસૂલાત માટે મિલકતનો કબજો સાંભળી લીધો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.