Abtak Media Google News

આવકવેરા વિભાગે ગુજરાતને ૫૫૫૭૧ કરોડનો આપ્યો હતો લક્ષ્યાંક

ગત વર્ષની સરખામણીમાં આવકવેરા વિભાગે ગુજરાતને ૫૫૫૭૧ કરોડનો લક્ષ્યાંક આપ્યો હતો કે જે ગત વર્ષની સરખામણીમાં ૧૮.૭૫ ટકા વધુ જોવા મળી રહ્યો છે. ત્યારે ગુજરાત હાઈકોર્ટમાં આવકવેરા વિભાગ વિરુધ્ધ પીટીશન દાખલ કરવામાં આવી છે કે, આવકવેરા વિભાગ પોતાના લક્ષ્યાંકને સિદ્ધ કરવા અને પુરા કરવા ટેકસ પેયરો ઉપર જબ્બરદસ્તી કરી રહી છે.

Advertisement

પ્રકાશ કાપડીયા નામના પીટીશનરે ગુજરાત હાઈકોર્ટમાં પીટીશન દાખલ કરતા જણાવ્યું હતું કે, સીબીડીટી એટલે કે, સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટેકસીસ દ્વારા ગુજરાતમાં પોતાના નિર્ધારીત ટાર્ગેટને પહોંચી વળવા અને તેને પૂર્ણ કરવા ટેકસ પેયરો સાથે જબ્બરદસ્તી કરવામાં આવી રહી છે તે કેટલા અંશે વ્યાજબી છે. કહી શકાય કે ગત વર્ષની સરખામણીમાં આવકવેરા વિભાગે ગુજરાતમાં ૫૫૫૭૧ કરોડનો ટાર્ગેટ નિર્ધારીત કર્યો હતો કે જે ગત વર્ષની સરખામણીમાં ૧૮.૭૫ ટકા વધુ હોવાનું માનવામાં આવી રહ્યું છે.

ત્યારે ગુજરાતમાં ૯.૮૮ લાખ નવી ટેકસ ફાઈલો ઉમેરવાની સાથો સાથ તે ટાર્ગેટ પણ સીબીડીટી દ્વારા આપવામાં આવ્યો હતો. ત્યારે પીટીશનરે પીટીશનમાં જણાવતા કહ્યું હતું કે, આવકવેરા વિભાગ પોતાના ટાર્ગેટને પૂર્ણ કરવા માટે જે રીતે ટેકસ પેયરોને હેરાન કરી રહી છે તે યોગ્ય ન કહેવાય અને જે કરદાતાઓ નીયમીત અંતરાલે પોતાનો કર ભરે છે તેના ઉપર પણ આવકવેરા વિભાગ દ્વારા જબ્બરદસ્તી કરવામાં આવી રહી છે તે કેટલા અંશે વ્યાજબી માની શકાય. વધુમાં તેણે જણાવતા કહ્યું કે, પોતાના લક્ષ્યાંકને પહોંચી વળવા કેટલા અંશે આવકવેરા વિભાગ કરદાતાઓ ઉપર ત્રાસ ગુજારશે.

ત્યારે માનવામાં આવી રહ્યું છે કે, આ અંગેની પીઆઈએલ આવતા અઠવાડિયામાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા સાંભળવામાં આવે પરંતુ તે વાત નકકર છે કે જે આવકવેરા ભરનાર કરદાતા છે તે આવકવેરાની નોટિસ આવતાની સાથે જ ગભરાઈ જતા હોય છે ત્યારે વિભાગ પુણત: પોતાની કાર્યપ્રણાલી હળવી બનાવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.