Abtak Media Google News

શુભકાર્યને ૧૭મી સુધી બ્રેક: કાગવાસમાં ખીરનું વિશેષ મહત્વ

આજ ભાદરવા સુદ પુનમથી શ્રાધ્ધ પક્ષનો પ્રારંભ થયો છે. શ્રાધ્ધપક્ષના પ્રારંભથી જ શુભકાર્યોને આગામી ૧૭મી સુધી બ્રેક લાગશે. હિન્દુ સંસ્કૃતિમાં પિતૃપક્ષનુ આગવુ મહત્વ છે. પિતૃપક્ષ દરમ્યાન કોઇ શુભ કાર્યો થઇ શકતા નથી. ભારતીય સંસ્કૃતિમાં શ્રાધ્ધ, સમર્પણ, સેવા અને જેમણે કશંક આપ્યુ છે એના પ્રત્યે કૃતજ્ઞના વ્યકત કરવાની ભાવના રહેલી છે.

આ દિવસોમાં પિતૃઓને પિંડદાન, શ્રાધ્ધ, તર્પણ વગેરે કર્મ કરવામાં આવે છે. ખાસ કરીને કાગડાઓને ખીર-પુરી એટલે કે કાગવાસ નાખવામાં આવે છે. જેમાં ખીરનું વિશેષ મહત્વ રહેલુ છે. આ સાથે ગાય કુતરાઓને પણ ખીર રોટલીનુ ભોજના આપવાની પરંપરા રહેલી છે.

શ્રાધ્ધપક્ષ અંગે અનેક માન્યતાઓ રહેલી છે. ખીર-પુરી તીથી-તહેવારોમાં બનતુ પકવાન છે ત્યારે શ્રાધ્ધપક્ષ પિતૃઓનો તહેવાર છે.

આ દિવસોમાં પિતૃઓ આપણા ઘરે પધારે છે એટલે જ તેમને સત્કારવા માટે ખીર-પુરી બનાવવામાં આવે છે.

આ દિવસોમાં પિંડદાન કરવામાં આવે છે. માત્ર ચોખા નહિ, પિંડ અનેક પ્રકારે બનાવવામાં આવે છે. જળ, કાળા તલના પણ પિંડ બનાવી શકાય છે. સર્વપિતૃ અમાસનું શ્રાધ્ધ જે દિવસે બધા જ પિતૃઓને શ્રાધ્ધ કરવાનુ વિધાન છે. આ ઉ૫રાંત નોમના શ્રાધ્ધે માતા તથા અન્ય સૌભાગ્યવતી મૃત મહિલાઓનુ શ્રાધ્ધ કરવામાં આવે છે. ભાદરવા પુનમથી અમાસ સુધીના દિવસોમાં દરેક દિવસના અલગ અલગ પિતૃ તર્પણ પણ કરવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.