Abtak Media Google News

શિક્ષણ સેવાનો અનોખો સેવાયજ્ઞ

બાળકોની માતાને દર માસે સેનેટરી પેડ વિતરણ સાથે પાલનપુરના દિયોદર અને કુતિયાણાના બાવળાવદર ગામની શાળા દત્તક પણ લઇને 700 બાળકોને તમામ શૈક્ષણિક સાધનો અપાય છે

અબતક, અરૂણ દવે, રાજકોટ

પવર્તમાન સમયમાં સૌથી શ્રેષ્ઠ સેવા શિક્ષણ સેવા છે. સમાજ અને વાલીઓમાં શિક્ષણની મહત્તા સાથેની સમજ વધુ પ્રસરાય તેવા ઉમદા હેતુથી રાજકોટની શ્રી શક્તિ એજ્યુકેશન ટ્રસ્ટ સંસ્થા કંઇક નોખી અને અનોખી શિક્ષણ જ્ઞાન સેવા યજ્ઞ કરી રહી છે.  છેલ્લા છ વર્ષથી બાળકોના એજ્યુકેશન અને તેની રમત-ગમત પ્રવૃતિ સાથે જ્ઞાન ગમ્મતનું આયોજન સાથે તેની વાંચન, ગણન, લેખન ક્ષમતા વધુ સારી બને તેવા ઉમદાહેતુથી શહેરના ઝુપડપટ્ટી અને સ્લમ વિસ્તારમાં આ સંસ્થા કામ કરી રહી છે જેનો દરરોજ 125 બાળકો લાભ લઇ રહ્યા છે. દૂધસાગર રોડના શિવાજીનગર સ્લમ વિસ્તારમાં નિયમિત આયોજન થકી શ્રેષ્ઠ કાર્ય કરી રહ્યા છે. શ્રી શક્તિ એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ, ઉપપ્રમુખ ભગવતીબેન વાઘેલા અને ચિરાગભાઇ મહેતા એક પણ દિવસની રજા પાડ્યા વગર અવિરત ‘જ્ઞાન યજ્ઞ’ ચલાવીને શિક્ષણની જ્યોત સદા પ્રજ્જવલિત રાખે છે.

દરરોજ સાંજે બે કલાક ઝુપડપટ્ટી અને સ્લમ વિસ્તારનાં 125 બાળકોને વિનામૂલ્યે ભણાવીને શાળામાં એડમિશન પણ અપાવે છે

‘અબતક’ સાથેની વાતચિતમાં ચિરાગભાઇ મહેતાએ જણાવેલ કે અમો બાળકોના જન્મદિવસની ઉજવણી સાથે તમામ તહેવારોની ઉજવણી કરીને બાળકોમાં વિવિધ ગુણોનું સિંચન કરીએ છીએ. બાળકો સાથે તેમના વાલીઓમાં જાગૃતતા લાવવા પણ વિવિધ આયોજન કરી રહ્યા છે.સંસ્થાના પ્રમુખ ભગવતીબેને ‘અબતક’ સાથેની વાતચિતમાં જણાવેલ કે દરેક બાળકને કંપાસ, લંચ બોક્સ, નોટબુક, સ્કૂલ બેગ સાથે તમામ શૈ.કિટ વર્ષમાં બે વાર આપવામાં આવે છે. બાળકો માટે દર ત્રણ માસે હેલ્થ ચેકઅપ સાથે તેમના માતાની પણ તબિબી સહાયના કેમ્પો યોજાય છે. હાલ અમારી સંસ્થાને પાંચ-સાત વ્યક્તિ ડોનેશન વસ્તુદાન સ્વરૂપે આપી રહ્યા છે પણ હજી ઘણી સહાયની અમોને જરૂર હોવાથી દાતાઓને આગળ આવવા તેમણે અનુરોધ કર્યો હતો.

Img 20220224 Wa0370બાળકોને ભણતો કરીને ફરી શાળામાં એડમિશન અપાવવાના મહત્વના પ્રોજેક્ટમાં આ વર્ષે 60 બાળકોના વિસ્તારની પાસેની સરકારી શાળા પ્રવેશ અપાવીને શ્રેષ્ઠ કાર્ય કરેલ છે.સંસ્થા દ્વારા તમામ મફ્ત સુવિધા સાથે શિક્ષણ સેવા યજ્ઞ ચાલી રહ્યો છે. જેમાં ભગવતીબેન અને ચિરાગભાઇની મહેનત હવે રંગ લાવી રહી છે. વિસ્તાર અને બાળકોમાં સંસ્થાની ચાહના દિનપ્રતિદિન વધી રહી છે.

સંસ્થાના હેલ્પલાઇન નંબર

95585 65758

95583 08886

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.