Abtak Media Google News

ઈમરાન ખાનની તાજપોશીમાં હાજરી આપવા પાકિસ્તાન પહોંચેલા નવજોતસિંગ સિઘ્ધુએ પાક. આર્મી ચીફને ગળે લગાડતા વિવાદ ફાટી નિકળો છે. સિઘ્ધુ પર આકરી ટીકાનો ધોધ વરસયો છે. જનરલ બાજવાને આપેલું આલીંગન સિઘ્ધુને ભારે પડી જશે તેવું હાલના વિરોધથી જણાઈ આવે છે.

પંજાબના મુખ્યમંત્રી અમરીન્દરસિંઘે પાકિસ્તાનમાં સિઘ્ધુએ કરેલી હરકતની જાટકણી કાઢી છે. બીજી તરફ સિઘ્ધુ જનરલ બાજવાને ન ઓળખતા હોય અજાણતા જ ભેટી ગયા હોવાનો બચાવ પણ કરવામાં આવ્યો છે. આ વિવાદ વધુ વકરશે તેવું માનવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.