Abtak Media Google News

ભાદરમાં ૧ ફૂટ, આજી-૧માં ૨.૬૯ ફૂટ અને ૩.૨૮ ફૂટ પાણીની આવક

છેલ્લા પાંચ દિવસથી રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં અવિરત વરસી રહેલા વરસાદના કારણે જળાશયોમાં માતબર પાણીની આવક થઈ રહી છે. રાજકોટની જળ જ‚રીયાત સંતોષતા મુખ્ય ત્રણ જળાશયોમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન નોંધપાત્ર પાણીની આવક થવા પામી છે. ભાદર ડેમમાં ૧.૦૮ ફૂટ, આજી-૧ ડેમમાં ૨.૬૯ ફૂટ અને ડેમમાં ૩.૨૮ ફૂટ પાણીની આવક થવા પામી હોવાનું સિંચાઈ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું.

૩૪ ફૂટે ઓવરફલો થતા ભાદર-૧ ડેમમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૧.૦૮ ફૂટની આવક થતાં ડેમની જીવંત જળસપાટી ૫.૫૦ ફૂટે પહોંચી જવા પામી છે. કુલ ૬૬૪૪ એમસીએફટીનો જીવંત જળ જથ્થાની સંગ્રહ શક્તિ ધરાવતા ભાદરમાં હાલ ૧૭૦ એમસીએફટી પાણી હિલોળા લઈ ર્હ્યું છે. ડેમ ૨.૬૮ ટકા ભરાઈ ગયો છે. ભાદર ઉપરાંત આજી-૧ ડેમમાં પણ છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૨.૬૯ ફૂટ પાણી આવ્યું છે. ૨૯ ફૂટની ઉંડાઈ ધરાવતા આજી ડેમની ૨૦.૪૦ ફૂટ ભરાઈ ગયો છે. ૯૩૩ એમસીએફટીની સંગ્રહ શક્તિ સામે ડેમમાં હાલ ૪૨૬ એમસીએફટી પાણી સંગ્રહિત છે.રાજકોટ મહાનગરપાલિકાની માલિકીના એકમાત્ર જળાશય એવા ડેમમાં પણ છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૩.૨૮ ફૂટ નવું પાણી આવ્યું છે. ઉંચાઈ વધાર્યા બાદ ૨૫ ફૂટની ઉંચાઈ ધરાવતા ડેમ હાલ ૧૩.૩૦ ફૂટ ભરાઈ ગયો છે અને ડેમમાં ૩૧૭ એમસીએફટી જીવંત જળ જથ્થો ઉપલબ્ધ છે. અત્રે ઉલ્લેખનીય છે કે શહેરની જળ જ‚રિયાત સંતોષતા પાંચ પૈકી લાલપરી અને ડેમ અગાઉ જ ઓવરફલો થઈ ગયા છે. આ લખાય રહ્યું છે ત્યારે પણ ભાદર, આજી અને ન્યારી ડેમમાં ધીમી ધારે પાણીની આવક ચાલુ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.