Abtak Media Google News

સફેદ હાથી તરીકે ઓળખાતા જર્મનીના ફોટોગ્રાફર ભારતના તમામ રાજ્યોની તસવીરો કેમેરામાં કેદ કરી છે

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા ખાતે રાજ પરિવાર દ્વારા એક અનોખા કાર્યક્રમ “પાઘડી રશમ સમારોહ”નંત  આયોજન કરવામાં આવ્યું હતું .. વિક્રમ સંવત ૨૦૬૪ના ફાગણ સુદ છઠ્ઠના દિવસે વિદેશી મહેમાન રોબર્ટ હ્યુબરને “માનદ ઝાલા” બનાવવા માટે “પાઘડી રશમ સમારોહ” યોજવામાં આવ્યો હતો. રોબર્ટ એક જાણીતા ફોટો ગ્રાફર છે જેઓ ૪૦ વર્ષથી માત્ર રજવાડાઓના ફોટા તેમના કેમેરામાં કેદ કરે છે તેમની આ લાગણીને માન આપી અને તેમના રજવાડાઓ પ્રત્યેના પ્રેમને કારણે તેમને ઝાલા રાજવીઓ દ્વ્રારા ” માનદ ઝાલા”નું બિરુદ આપવામાં આવ્યું છે એટલુજ નહીં રોબર્ટ તેમના નવા અવતારમાં હવેથી  “રાજભ્વી સિંહ ઝાલા” તરીકે ઓળખાશે..

સાયલા યુવરાજ સાહેબ સોમરાજસિંહજી ઝાલાના હસ્તે “સફેદ હાથી”ના નામે જાણીતા રોબર્ટને ઝાલાવાડી પાઘ  પહેરાવી સુરવીરતાના પ્રતિક સમી તલવાર અર્પણ કરવામાં આવી હતી.બાદમાં રાજગોર દ્વારા પવિત્ર વિધિ કરી રોબર્ટને વિધિવત રીતે “માનદ ઝાલા” બનાવવામાં આવ્યા હતા.. ભારતના રજવાડાઓમાં રોબર્ટ રોયલ્ટીના ઉત્સુક સંશોધક ઈન્ડોફોઇલ કરતાં પણ મૂઠી ઊંચેરું સ્થાન ધરાવે છે તેમણે ચાર દાયકા સુધી દેશના રજવાડાઓના મહેલો, કિલ્લાઓ અને રોયલ પરિવારોના સભ્યોની ફોટોગ્રાફી કરી છે. તેમની વિશેષતા ડ્રોનોગ્રાફી છે, જ્યાં તેઓ રોયલ પ્રોપર્ટીઝના પક્ષીઓ આંખ દૃશ્ય ચિત્રો લે છે. ઝાલાવંશ માટે રોબર્ટને અનોખુ આકર્ષણ છે.

આ પ્રસંગે રાજકુમાર રણમલસિંહજી ઝાલાએ પોતાના પ્રાસંગોચિત્ત વક્તવ્યમાં ઝાલાવાડના ઇતિહાસ ની ગાથાને વર્ણવતા જણાવ્યુ હતું કે ” કહેવાય છે કે ભારતના ઇતિહાસ વગર વિશ્વનો ઇતિહાસ, મેવાડના ઇતિહાસ વગર ભારતનો ઇતિહાસ અને ઝાલાના ઇતિહાસ વગર મેવાડનો ઇતિહાસ શું છે ? અર્થાત ઝાલાના ઇતિહાસ વગર દુનિયાનો ઇતિહાસ કાઈ જ નથી.. ઝાલોવંશે જે બલિદાનો કર્યા છે તે સુપ્રસિદ્ધ છે. જ્યાંથી ક્ષત્રિયોની ઉત્પતી મનાય છે તેવા રાજસ્થાનમાં પણ એક ઝાલાવાડ છે.. મેવાડમાં બડી સાદરી, ગોગુંદા , ડેલવારા, ટાણા અને ઝાપોલ ગામે રજવાડા છે તો કોટામાં કુનડી છે, મધ્ય પ્રદેશમાં નરવાર છે અને ઉત્તર પ્રદેશમાં લાભોવા છે., ગુજરાતમાં ઝાલાવાડની સ્થાપના ૧૦૯૦ એડીમાં હરપાળ દેવ મકવાણાએ કરી હતી તેમના પત્ની શક્તિ દે ઝાલા વંશના જન્મદાત્રી છે. પ્રથમ રાજ્ય તરીકે પાટડી છે એવી જ રીતે સૌરાષ્ટ્રમાં પાટડી બાદ હળવદ-ધ્રાંગધ્રા, વાંકાનેર, લીંબડી, વઢવાણ, લખ્તાર, ચુડા અને સાયલા એમ ઝાલા કુળના રજવાડા છે તો તેમના અનુગામી રાજ્યો કંકાવટી,સાંતલપુર,માંડલ છે.જેમાંથી સાયલાની  સ્થાપના શેષમલજી દ્વારા ૧૭૫૧ માં કરવામાં આવી હતી.આમ ઝાલા વંશના હાલના રાજવી ધ્રાંગધ્રાના રાજ બાવા ઝલ્લેશ્વર જયસિંહજી છે..જેઓ ઝાલાવાડના ઈતિહાસને ઉજાગર કરી રહ્યા છે.. આ પ્રસંગે હળવદ-ધ્રાંગધ્રા, વઢવાણ,વાંકાનેર,લીંબડી સહિતના રાજવી પરિવારોએ ઉપસ્થિત રહી રોબર્ટને માનદ ઝાલા તરીકે આવકાર્ય હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.