Abtak Media Google News

નવી ગાઈડ લાઈન જાહેર ન થાય ત્યાં સુધી આરોગ્ય હેઠળ દારૂના પરવાના અપાશે નહીં કે રિન્યુ પણ નહીં કરાય

રાજય સરકારે ગત ૨૦ માર્ચથી સ્વાસ્થ્યના બહાના હેઠળ માંગવામાં આવતી દારૂની પરમીટ અને રિન્યુને રદ્દ કરવાનો નિર્ણય લીધો હતો જેના અનુસંધાને પ્રોહિબીશન ડિપાર્ટમેન્ટ દ્વારા દારૂની પરમીટ માટેના ફોર્મ આપવાનું પણ બંધ કરી દેવાયું હતું. ઉપરાંત સૈન્યના પૂર્વ જવાનોની પરમીટને પણ રિન્યુ કરવા દેવામાં આવતી નહોતી. સરકારના આ નિર્ણયી દારૂના અનેક બંધાણીઓ મુંજારો અનુભવી રહ્યાં છે.

સરકાર ટૂંક સમયમાં આરોગ્ય મામલે અપાતી દારૂની પરમીટ અંગે નવી ગાઈડ લાઈન જાહેર કરશે પરંતુ ત્યાં સુધી નવી પરમીટો આપવામાં આવશે નહીં. ઉપરાંત પરમીટને રિન્યુ પણ કરવામાં આવશે નહીં. જેનાી મોટી સંખ્યામાં બંધાણીઓ મુશ્કેલીમાં મુકાવાના છે.

હાલ ગુજરાતમાં આરોગ્યના ઓઠા હેઠળ સૌથી વધુ દારૂની પરમીટો મેળવવામાં આવે છે. આરોગ્ય મામલે પરમીટ મેળવવી સરળ રહેતું હોવાનું ચર્ચાય છે. આ હકીકત સરકારને ધ્યાને આવી જતાં પરમીટોની ફેર ચકાસણી કરવાનો નિર્ણય લેવાયો હતો. તા.૨૦ માર્ચથી સરકારે નવી પરમીટો આપવાનું બંધ કર્યું છે. ઉપરાંત જૂની પરમીટ રિન્યુ કરવામાં પણ ની આવતી.

પ્રોહિબીશન ડિપાર્ટમેન્ટના આંકડાનુસાર હાલ રાજયમાં દારૂ પીવા માટે ૭૦ હજાર પરવાના છે. જેમાંથી ૩ હજાર પરવાના સૈન્યના પૂર્વ જવાનો પાસે છે. હાલ સરકાર આરોગ્યના ઓઠા હેઠળ લેવાયેલી પરમીટની ચકાસણી કરી રહી હોય હજુ નવી ગાઈડ લાઈન જાહેર કરવામાં ન આવી હોવાી બંધાણીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.

બુટલેગર સામે ગોઠવણપૂર્વકની ઋઈંછને લઇ હાઇકોર્ટમાં પોલીસ સામે કડક કાર્યવાહી કરવા હુકમ કર્યા

રાજયમાં દારૂબંધી છતાં ખુલ્લેઆમ દારૂનું વેંચાણથાય છે. આ વેંચાણ પાછળ પોલીસની મીઠી નજર હોવાની વાત જગજાહેર છે. ઘણી વખત દારૂ પકડાવાના કિસ્સામાં પોલીસ ગોઠવણપૂર્વકની એફઆઈઆર કરે છે. જેમાંથી બુટલેગર સરળતાી છટકી જતાં હોયા છે. જેના કારણે દારૂનું વેંચાણ અટકતું ની અને રાજયમાં માત્ર કહેવા પુરતી દારૂબંધી છે. આ મામલે ગુજરાત હાઈકોર્ટે લાલ આંખ કરી છે અને બુટલેગરો સામે ગોઠવણપૂર્વકની એફઆઈઆર નોંધણી પોલીસ સામે કડક કાર્યવાહી કરવા આદેશ આપ્યો છે. બુટલેગર સામે પોલીસની ઢીલી નીતિના કારણે મોટી સમસ્યા સર્જાઈ છે.

જૂનાગઢના ભવના પોલીસ સ્ટેશનમાં લખન ચાવડા સામે આગોતરા જામીનની અરજી મામલે સુનાવણી દરમિયાન કોર્ટને આ ધ્યાને ચડયું હતું. આ કેસમાં ગોઠવણપૂર્વકની એફઆઈઆર નોંધાઈ હોવાનું કોર્ટને જાણવા મળ્યું હતું. એફઆઈઆરમાં બુટલેગર ફરાર થઈ જતો હોવાનું દેખાડવામાં આવે છે. કોર્ટે કેસમાં નોંધ્યું હતું કે, ઘણા સમયી કોર્ટમાં આ પ્રકારની એફઆઈઆર આવે છે જેમાં પોલીસને દારૂની હેરફેર બાબતે માહિતી હોય છે. વાહન નંબર અને સ્ળ પર નકકી હોય છે. પરંતુ તમામ બાબતની જાણકારી હોવા છતાં પોલીસના હામાંથી બુટલેગર છટકી જતાં હોય છે !

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.