Abtak Media Google News

રાજુરામ બાપુ મસ્તારામ બાપુની પ્રેરણાથી

વિષ્ણુબાપુ દાણીધારીયા કથાનું રસપાન કરાવશે: વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે

ગોંડલ તાલુકાનું વાળધરી ગામમાં પું.સદગુરૂદેવ રાજુરામ બાપુએ આજથી બે દાયકા કરતા વધુ વરસો પહેલા માંદી – લંગડી – અશકત – રેઢીયાળ ગાયોની સેવા કાજે સીતારામ ગૌશાળાનું બીજ રોપેલ જે આજે 22 વર્ષ બાદ એક વટવૃક્ષ સમાન છે. હાલ તો આ ગૌશાળામાં અસંખ્ય ગાવલડીની સેવા થાય છે. તેમજ 40 જેટલા આજુબાજુના ગામડામાં નિરાધાર અને અશકત ગામડામાં એકલા રહેતા લોકોને દરરોજ બન્ને સમયના ટીફીનની સેવા આપી તેના આર્શીવાદ મેળવીએ છીએ.

Advertisement

તેમજ શાખા સીતારામ અન્નક્ષેત્ર દ્વારા સવારે પ્રસુતા સ્ત્રીઓને 80 કીલો કરતા વધારે ચોખ્ખા ઘીનો શીરો બનાવી દરરોજ પ્રસાદ રૂપે પીરસાય છે. સાથો સાથ પ્રતિ દિન 800 કરતા વધારે દર્દીઓ તથા તેમના સગાઓને સિવિલ હોસ્પિલ રાજકોટ ભરપેટ પ્રસાદ પીરસાય છે. તેમજ આશ્રમ ખાતે 24 કલાક વટેમાર્ગુ યાત્રીકોને રહેવા જમવાની ઉત્તમ સગવડતા વિના મુલ્યે આપવામાં આવે છે.

આશ્રમ દ્વારા રામકથાનું આયોજન આવતીકાલથી 19-04 સુધી કરવામાં આવ્યું છે. આ રામ કથાના વક્તા વિષ્ણુબાપુ દાણીધારીયા સુમધુર વાણી દ્રારા રામકથાનુ રસપાન કરાવશે. કથાનો સમય સવારે 09:00 થી 12:00 તથા 03:30 થી 6:30નો છે. કથા દરમિયાન રાત્રી કાર્યક્રમ સંતવાણી તથા લોક ડાયરાનું આયોજન કરેલ છે. તેમજ કથા દરમિયાન સવાર – બપોર – સાંજ ભોજન પ્રસાદની વ્યવસ્થા રાખેલ છે.

આ કાર્યક્રમમાં પધારવા પ.પુ. સદગુરૂદેવ રાજુરામ બાપુ તથા મસ્તારામ બાપુ તેમજ સમસ્ત સેવક ગણવતી જાહેર આમંત્રણ પાઠવવામાં આવેલ છે.

આ તકે ‘અબતક’ની મુલાકાતે આવેલ ભાવેશભાઇ હરસોડાએ જણાવ્યું હતું કે સીતારામ ગૌશાળામાં 1200 ગાયોની સેવા કરવામાં આવે છે. અમે ઘણા વર્ષોથી કથાનું આયોજન કરવામાં આવે છે. આ અમારી 19મી કથા છે. કાલથી કથાનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવેલ છે. જેમાં અમે 30-40 ગામો માટે ભોજન-પ્રસાદની વ્યવસ્થા કરેલ છે. કથા દરમિયાન વિવિધ કાર્યક્રમો સંતવાણી, લોકડાયરાનું આયોજન કરેલું છે. કથામાં વધુને વધુ ભાવિકો ઉ5સ્થિત રહે તેવી અમારી વિનંતી છે.

વધુ માહિતી આપવા આયોજકો ભાવેશભાઇ હરસોડા, મહેશભાઇ વરસાણી, જીતુભાઇ વિરડીયા, કિશોરભાઇ સરસરીયા, અશોકભાઇ લીંબાસીયા, રમેશભાઇ ખુંટ, લલીતભાઇ સેજરીયાએ ‘અબતક’ મિડિયા હાઉસની મુલાકાત લીધી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.